Author: Vikram Raval

New Delhi,તા.18 ટેસ્લા પાવર ઈન્ડિયાએ હાલમાં જ જૂની બેટરીઓની જાળવણી અને સમારકામ કરી વેચવા પોતાની બેટરી બ્રાન્ડ રિસ્ટોર લોન્ચ કરી હતી. જે હેઠળ તે 2026 સુધીમાં દેશભરમાં રિસ્ટોર બ્રાન્ડના 5000 સ્ટોર શરૂ કરશે. ટેસ્લા પાવર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કવિન્દર ખુરાનાએ જણાવ્યું હતું કે, ભારતમાં બિઝનેસ વિસ્તરિત કરવાના ભાગરૂપે અમે ઈનોવેશન મારફત ટકાઉ લક્ષ્યો મેળવવા પ્રતિભાશાળી વ્યક્તિઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો ઉપયોગ કરવા માગીએ છીએ. અમારી ટીમમાં નવી પ્રતિભાઓનું સ્વાગત કરતાં આ મિશનને વેગ આપવા સક્ષમ છીએ. મીડિયા રિપોર્ટ અનુસાર, ટેસ્લા દ્વારા ઓફર કરવામાં આવેલી 2000 નોકરીઓમાં ઓછામાં ઓછી પાંચ નોકરી દિલ્હી અને મુંબઈમાં છે. મુંબઈમાં કસ્ટમર એન્ગેજમેન્ટ મેનેજર, ડિલિવરી ઓપરેશન્સ સ્પેશ્યાલિસ્ટ જેવા…

Read More

Washington,તા.18 4850 ટન સોનુ એ અમેરિકાનો સૌથી મોટો ગોલ્ડ રીઝર્વ છે અને છેલ્લે 50 વર્ષ અગાઉ 1974માં તે ખોલવામાં આવ્યો હતો. હવે અકસ પર આ અંગે પ્રશ્ન ઉઠતા ખરેખર કોઈ અહી જે 4850 ટન સોનુ હોવાનું સતાવાર કહેવાય છે. તેટલું છે કે નહી તે ચકાસાવુ જોઈએ અને ખુદ એલન મસ્કે તેનો જવાબ આપતા લખ્યુ કે ‘ના’ (તે નિયમીત ચકાસાતુ નથી) પણ ટ્રમ્પે આગળ લખ્યુ કે ચાલો એ કરીએ મતલબ કે તપાસ કરીએ. સોનાનો ભાવ જયારે 42.22 ઔંસ ડોલર હતો તે સમયે આ સોનુ તે સ્થળ પર કરવામાં આવ્યુ હતું. 1930માં બંધાવેલા આ ફોર્ટનોકસમાં પ્રવેશ માટે મર્યાદીત લોકોને જ મંજુરી મળે…

Read More

New Delhi તા.18 કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)વ્યાજ સ્થિતિકરણ રિઝર્વ ફંડ બનાવવા પર વિચાર કરી રહ્યું છે.જેનાથી બધા પ્રકારનાં ઉતાર-ચડાવ દરમ્યાન પીએફ ખાતામાં જમા રકમ પર નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે.ફંડ બનાવવાથી લઈને શ્રમ તેમજ રોજગાર મંત્રાલય અને ઈપીએફઓના અધિકારી આંતરીક રીતે અભ્યાસ કરી રહ્યા છે. મામલા સાથે સંકળાયેલા અધિકારી જણાવે છે કે ઈપીએફઓ પીએફ ફંડના કેટલોક ભાગ બજારમાં રોકાણ કરે છે. ઘણીવાર  સંગઠનને એકસચેંજ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) અને અન્ય રોકાણ પર ઓછુ રિટર્ન મળે છે જેનું નુકશાન સીધી રીતે ઈપીએફઓ સભ્યોને પણ ઉઠાવવો પડે છે. ખાસ કરીને જયારે શેરબજારમાં ચડાવ-ઉતાર થાય છે તો તેની અસર ઈપીએફઓને રોકાણ પર મળનારી રકમ…

Read More

Washington,તા.17 રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન સાથે સાઉદી અરેબીયામાં મળવાની યોજના બનાવી છે પરંતુ તેમાં યુક્રેનની જ બાદબાકી કરતા યુરોપમાં તેના જબરા પડઘા પડયા છે અને નાટોમાં પણ વિખવાદ ઉભો થયો છે. શ્રી પુટીન અને ટ્રમ્પની વાટાઘાટો માટે તારીખો નકકી કરવા આજથી સાઉદી અરેબીયામાં અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ મળી રહ્યા છે અને તેઓ યુદ્ધ વિરામની રૂપરેખા તૈયાર કરશે. પરંતુ આ બેઠકમાં યુક્રેનના વડાપ્રધાન ઝેલેસ્કીને આમંત્રણ નહી અપાય તે નિશ્ચિત બન્યુ છે. તેથી જ ઝેલેસ્કીએ સ્પષ્ટ જાહેર કર્યુ છે કે અમારી ગેરહાજરીવાળી કોઈપણ યુદ્ધ વિરામની દરખાસ્તને અમે…

Read More

Canada,તા.18 ટોરંટોના પિયસવ વિમાન મથકે ડેલ્ટા એર લાઈમ્સનું વિમાન લેન્ડીંગ વખતે અકસ્માતનો ભોગ બન્યું હતું. લેન્ડીંગ વખતે વિમાન પલ્ટી ગયું હતું પ્લેન ક્રેશ માટે બરફનું તોફાન 65 કિ.મી.ની ઝડપે ફુકાતો પવન માનવામાં આવે છે. પ્લેન ક્રેશની આ ઘટનામાં જાનહાની નથી કોઈ પરંતુ 18 વ્યકિતઓ ઘાયલ થયા છે. ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડીંગ વખતે અકસ્માત નડ્યો છે. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. જોકે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડીગ વખતે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે…

Read More

Surat,તા.18  સુરત ના માંગરોળ  તાલુકામાં ગ્રીષ્મા હત્યા  કેસ જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. માંગરોળના વાંકલ-બોરિયા રોડ પર એક યુવકે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. ગુનો કર્યા બાદ યુવકે પોતાનું પણ ગળું પણ કાપી નાખ્યું હતું. છોકરીને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવી છે. યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, યુવાન નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી છે.

Read More

વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરનાર ટીમ ઇન્ડિયા 20 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચમાં બાંગ્લાદેશનો સામનો કરશે. આ મેચ ભારત અને બાંગ્લાદેશ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે. જોકે, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની સેવાઓ મેળવી શકશે નહીં કારણ કે તે ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ભારતે તેની પહેલી મેચ માટે ખૂબ જ વિચારપૂર્વક પ્લેઇંગ ઇલેવન પસંદ કરવું પડશે. ચાલો જાણીએ તે 11 ભારતીય ખેલાડીઓ વિશે જે બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં…

Read More

Prayagraj,તા.18 પ્રયાગરાજ જંક્શનના સિટી સાઈડમાં સંગમ સ્નાન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ભીડ ગઈકાલે રાત્રે 10 વાગ્યે અચાનક વધી જતાં 10.30 વાગ્યે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે કોઈ દુર્ઘટના ન ઘટે તેની અગમચેતી સાથે રેલવે તંત્રે જંક્શન પર શ્રદ્ધાળુઓનો પ્રવેશ અટકાવી દીધો હતો. શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે પ્રયાગરાજ જંક્શન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ અને રેલવે તંત્રે એલર્ટ જારી કરી શ્રદ્ધાળુઓને ખુસરોબાગ તરફ ડાયવર્ટ કર્યા હતા. તેમજ નાસભાગ ન થાય તે માટે મુસાફરોને ધીરજથી કામ લેવા સલાહ આપી હતી. ભીડ વધતાં રેલવે તંત્રે પ્લેટફોર્મ પર મહાકુંભ સ્પેશિયલ ટ્રેનોને એક પછી એક ઝડપથી રવાના કરી હતી.…

Read More

26 ફેબ્રુઆરીએ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવશે. આ પર્વ દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ ગણતરી અનુસાર મહાશિવરાત્રિનું મંગલ પર્વ ભગવાન શિવની ચાર પ્રિય રાશિઓ માટે ખૂબ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. મેષ તમામ બગડેલા કાર્ય પૂર્ણ થઈ જશે. કરિયર-વેપારમાં પ્રગતિ થશે. આવકના સ્ત્રોત વધશે. ઘરમાં વૃદ્ધોનું આરોગ્ય ઉત્તમ રહેશે. મહાશિવરાત્રિના દિવસે તાંબાના લોટામાં ગોળ અને લાલ ચંદન નાખીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. ભાગ્ય સુધરી જશે. કર્ક ધનધાન્યની સરળતાથી પ્રાપ્તિ થશે. દેવાનો ભાર ઓછો થશે. ખર્ચ ઘટવાથી બેન્ક-બેલેન્સ વધશે. ચાંદીના લોટાથી શિવલિંગ પર દૂધ ચઢાવો. મકર નોકરી વેપારમાં ખૂબ પ્રગતિ થશે. કોઈ જૂના રોકાણથી મોટો લાભ…

Read More

Ahmedabad,તા.18 ગુજરાતના ડીજીપીપદે સવા બે વર્ષનો સમયગાળો પૂર્ણ કરી વિકાસ સહાય જુન માસના અંત ભાગમાં નિવૃત્ત થવાનાં છે. તેમની નિવૃત્તિ પછી ગુજરાતના નવા પોલીસ વડા કોણ? તે સવાલ ચર્ચાનું કેન્દ્ર છે. સિનિયર મોસ્ટ ડો. સમશેરસિંઘ સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર મુકાતાં હવે અનેક નામો ચર્ચામાં છે. 1991ની બેચના જ મનોજ અગ્રવાલની નિવૃત્તિ સપ્ટેમ્બર માસમાં છે એટલે તેમને બે-ત્રણ મહિના માટે મુખ્ય ડીજીપી બનાવાય તેવી સંભાવના નથી. આ સંજોગોમાં હાલમાં જેલોના વડા ડો. કે. એલ.એન. રાવ મોસ્ટ સિનિયર છે. 1992 બેચના ડો. રાવ ઓક્ટોબર-2027માં નિવૃત્ત થવાનાં છે. જો તેમની નિમણૂંક થાય તો લાંબા ગાળાની ઈનિંગ નિશ્ચિત મનાય છે. પરંતુ, લાંબા સમયથી સાઈડ ટ્રેક…

Read More