- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
Junagadh,તા.18 જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 40 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ દમિરયાન જૂનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9 જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની છે. અહીંથી ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડ્યા હતા અને પરાજય થયા છે. અહીં અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈ 4431 મતથી વિજેતા થયા છે. આ દરમિયાન પરાજય થયેલા કોંગ્રેસના ઉમેદવાર હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ‘મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું હતું’ મળતી માહિતી અનુસાર, જૂનાગઢ…
Vadodara,તા.18 વડોદરા તાલુકા પંચાયતની બે સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના બંને ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારોને પરાજય આપી સીટ ઉપર કબજો કર્યો હતો. વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી અને કોયલી બેઠક ઉપર તારીખ 16 ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ આજે થયેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ પઢિયારે 3130 મતો મેળવ્યા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલે 2479 મત મેળવ્યા હતા. આ બેઠક ઉપર 87 મત નોટાને મળ્યા હતા જ્યારે અન્ય બેઠક કોયલી ઉપર ભાજપના ઉમેદવાર પૂનમ રાવજી જાદવને 2151 મત અને કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સંજય ઠાકોરને 1175 મત મળ્યા હતા. આ બેઠક ઉપર 74…
Surat,તા.18 સુરત પાલિકાના વોર્ડ નંબર 18 ની ખાલી પડેલી બેઠક પર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી. પરંતુ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આપ કરતાં સારો દેખાવ કરીને બીજો નંબરે આવ્યો છે. આ પેટા ચૂંટણીમાં બહુ ગાજેલા વિપક્ષ આપ ચોથા નંબરે આવ્યો છે વિપક્ષ આપ અન્ય પક્ષના ઉમેદવાર કરતાં પણ ઓછા મત મળ્યા છે. સુરત પાલિકાની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં 31.35 ટકા મતદાન થવા પામ્યું હતું. આ મતદાન બાદ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા હતા. જોકે, આજે સાત રાઉન્ડની મત ગણતરી થઈ હતી. તેમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કાછ઼ડને…
Amreli,તા.18 સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની એક તરફી જીત જોવા મળી છે. કુલ 24 બેઠક પર ભાજપના 24 ઉમેદવારો વિજેતા થયા છે. ચલાલા ભાજપના રંગે રંગાયુ અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીતથી ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નં.4 ભાજપના વિજેતા ઉમેદવારોના નામ •કેતનભાઈ સરવૈયા •ચેતનાબેન તલાટિયા •ભરતભાઈ માલવિયા •વનિતાબેન લશ્કરી
Junagadh,તા.18 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક ચૂંટણીના પરિણામો માટે મતગતરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢની ચોરવાડથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ચોરવાડમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની સીધી લડાઇ હતી. ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો અને બંને નેતાઓ માટે નગરપાલિકાની ચૂંટણીમાં જીત પ્રતિષ્ઠાનો સવાલ હતી. અહીં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ…
Ahmedabad,તા.18 ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનો તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી છે. પરિણામે ગુજરાતના બજેટના કુલ ખર્ચમાં 1.51 લાખ કરોડનો ખર્ચ બિનઉત્પાદક ખર્ચ એટલે કે અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિંચરનો છે. તેની સામે પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર 1.33 લાખ કરોડ રૂપિયાનો છે, એમ ગુજરાત સરકારના 19મી તારીખે જાહેર કરવામાં આવનારા બજેટ પૂર્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું. ‘રાજ્યની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે’ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકારના 2025-26ના વર્ષના બજેટનું કદ 3.63 લાખ કરોડ રૂપિયાથી 3.70 લાખ કરોડ રૂપિયાની આસપાસનું રહેવાની સંભાવના છે.…
Bhavnagar,તા.18 ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા આઘેડ બાઈક પર ગાય માટે ઘાસચારો લઈને પરત આવી રહ્યાં હતા ત્યારે પીપળ-તતાણા ગામ વચ્ચે કાર સાથે અકસ્માત સર્જાતા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગઢડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા ગોપાલભાઇ કાળુભાઇ ડુંગરાણી પોતાના ઘરેથી જીજે-૦૯-પી-૪૪૭૩ નંબરની બાઈક લઈને લક્ષ્મણભાઈ નાગજીભાઇ કળથીયાની વાડીએ ગાય માટે ઘાસચારો લેવા ગયા હતા અને ઘાસચારો લઈને પરત આવતા હતા તે વખતે પીપળ ગામેથી તતાણા બાજુ આવતી કાર નં.જીજે-૩૩-એફ-૧૩૫૯ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ગોપાલભાઇ સાથે અથડાવી ગોપાલભાઈને ગંભીર ઇજા પહોંચાડતા ગોપાલભાઇને…
Surendranagar,તા.18 સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી દરમિયાન જુની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો સહિત રહિશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આથી મનપા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શહેરના ધોળીધજા ડેમથી પાણીની ટાંકી સુુધી હાલ નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. ખોદકામ દરમિયાન દાળમીલ રોડ પર હરશક્તિ સર્કલ નજીક જુની પાણીની પાઈપલાઈન ૧૫ દિવસથી તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મનપા તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તૂટેલ પાણીની પાઈપલાઈનનું રિપેરીંગ કરવાની તસ્દી…
Surendranagar,તા.18 સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડામાં દસ જુગારી ઝડપાયા હતા. દરોડામાં આઠ જુગારીયા પોબારા ભણી ગયા હતા. ત્રણેય દરોડામાં પોલીસે રોકડ મોબાઇલ સહિત રૂ. ૪૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગણપતિ ફાટસર પાસે ભોગાવો નદીના પુલ નીચે વઢવાણ પોલીસે દરોડો કરી ખોડાભાઈ કરમશીભાઈ વાણોદા, અનીલભાઈ કેશુભાઈ સીતાપરા, હિરેનભાઈ ગણેશભાઈ નદાસીયા, વિશાલભાઈ શૈલેષભાઈ ઝાલા અને વિપુલભાઈ મનસુખભાઈ પનારા (તમામ રહે.દુધની ડેરી પાછળ)ને રોકડ રૂા.૧૬,૯૫૦, ૩ મોબાઈલ (કિં. રૂા.૯,૫૦૦) સહિત કુલ રૂા.૨૬,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા. જ્યારે અમીનાબેન સુલેમાનભાઈ માણેક (રહે.ટાવર પાસે), મુકેશભાઈ પપ્પુભાઈ કટીયા, (રહે.બસ સ્ટેન્ડ પાસે), રફીક ઉર્ફે રફલો પપ્પુભાઈ કટીયા( રહે.ટાવર પાસે) અને રણજીત ઉર્ફે ટેણો (રહે.મફતીયુપરૂ,…
Singapore,તા.18 સિંગાપોરમાં વિપક્ષના ભારતીય મૂળના નેતા પ્રીતમ સિંહ પર સોમવારે 14000 સિંગાપોર ડોલર (અંદાજે 9 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રીતમસિંહને સંસદીય સમિતિની સમક્ષ જૂઠ બોલવાના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રીતમસિંહ પર બે આરોપો માટે મહત્તમ સાત સાત હજાર સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી પછી વિપક્ષના નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે તે ચાલુ વર્ષે નવેમ્બરમાં થનારી સામાન્ય ચૂંટણીમાં ભાગ લેશે. સિંગાપોરના બંધારણ અનુસાર જો કે વર્તમાન સાંસદને ઓછામાં ઓછા એક વર્ષની જેલની સજા થાય અથવા તેના પર ઓછામાં ઓછું 10,000 સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવે તો તે પોતાની બેઠક ગુમાવી દેશે અને ચૂંટણી…
