- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
Mumbai,તા.18 સોના-ચાંદીમાં તેજી વૈશ્વિક સ્તરે ટેરિફ-ટ્રેડ વોરના કારણે કિંમતી ધાતુની માગ વધી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના લીધે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે. ફેડ આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ સાથે કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં આગામી ગાળામાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં સોનાની કિંમત આજે 21.70 ડોલર વધી 2944.20 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી. ચાંદી પણ 32.92 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહી…
Gandhinagar,૧૭ આગામી બુધવાર ૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે ૧૯ ફેબ્રુઆરીથી ૨૮ માર્ચ સુધી મળવાનું છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે. વિધાનસભા ગૃહની…
New Delhi,૧૭ પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાબી જિલ્લામાં એક અજાણ્યા મોટરસાઇકલ સવાર બંદૂકધારીએ એક આતંકીને ગોળી મારી દીધી હતી. આ આતંકીનું નામ મૌલાના કાશિફ અલી છે. તે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો હતો. આતંકી કાશિફ અલી યુવાનોનું બ્રેઈનવોશ કરતો હતો અને તેમને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરતો હતો. કાશિફ અલી ઘણી મસ્જિદો અને મદરેસાના ઇન્ચાર્જ પણ હતા. તે આતંકવાદના પાઠ ભણાવતો હતો અને પોતાના હેતુ માટે પાકિસ્તાની યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો અને તેમને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરતો હતો. આ ઉપરાંત તે આતંકવાદ તાલીમ કેન્દ્રોમાં…
ચાલુ નાણાકીય વર્ષમાં અસરકારક મૂડી ખર્ચ ૧૫.૪૮ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. New Delhi,તા.૧૭ ૨૦૨૫ના બજેટમાં આપવામાં આવેલી મોટી આવકવેરામાં છૂટનો અર્થ એ નથી કે સરકારે મૂડી ખર્ચથી વપરાશ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ વાત કહી. સરકારે બજેટ ૨૦૨૫-૨૬માં વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકોને આવકવેરામાંથી મુક્તિ આપ્યા બાદ શરૂ થયેલી ચર્ચા બાદ નાણામંત્રીનો આ પ્રતિભાવ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સતત બે ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડામાં ધીમી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વપરાશને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુંબઈમાં બજેટ પછીના હિસ્સેદારો સાથેની વાતચીતમાં, નાણામંત્રી સીતારમણે કહ્યું…
Muscat.તા.૧૭ ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા હવે એક નવા સ્તરે પહોંચવા જઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે તેમના ઓમાનના સમકક્ષ બદર અલ-બુસૈદી સાથે વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષામાં દ્વિપક્ષીય સહયોગ પર વ્યાપક વાટાઘાટો કરી. આ કારણે, બંને દેશો વચ્ચે ઘણા ક્ષેત્રોમાં મોટા સોદાઓ પર કરાર થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર ૮મા હિંદ મહાસાગર પરિષદમાં ભાગ લેવા માટે ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા છે. “આજે સવારે ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલ-બુસૈદીને મળીને ખૂબ આનંદ થયો,” જયશંકરે ’એકસ’ પર પોસ્ટ કર્યું. “હું) ૮મી હિંદ મહાસાગર પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ તેમના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા…
Gir Somnath,તા.૧૭ ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા ૫ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જશાધર ગામમા ખેતરમાં રમતી વખતે બાળકી પર હુમલો કરી ફાડી ખાધી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડાનો સતત આતંક વધતો જઈ રહ્યો છે. ખુલ્લેઆમ ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયેલો રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના જશાધર ગામમાં ગઈકાલે ખેતરમાં રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાળકી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જીંદગી સામે ઝઝૂમતી બાળકી આખરે હારી ગઈ હતી. પરિવારમાં દીકરીના મોતને લઈ માતાપિતા અને પરિવારજનો…
Mehsana,તા.૧૭ પાટીદાર સમાજમાં હવે ક્રાંતિની જરૂર છે, યુવા ધન આડા પાટે ચઢ્યો છે. તાજેતરમાં સુરતના એક મહિલા પીએસઆઈએ પાટીદાર સમાજના યુવાઓને ટકોર કર્યા બાદ હવે ભાજપન ા નેતા અને પાટીદાર સમાજના અગ્રણી ગોરધન ઝડફિયાએ સમાજના યુવાઓને ટકોર કરી છે. મહેસાણાના કડી ખાતે ચુંવાળ ૭૨ કડવા પાટીદાર સમાજના સમુહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાભ્ય હાર્દિક પટેલ, સાંસદ હરિભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચુંવાળ ૭૨ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં ગોરધન ઝડફીયાએ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, બાપદાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના…
New Delhi,તા.૧૭ ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ લાંબા સમયથી ચર્ચામાં છે. આ અંગે ઘણી વખત ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજાઈ છે. હાલમાં, આ બાબતમાં ઘણી પ્રગતિ થઈ છે. આ બધા વચ્ચે, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ, સેમ પિત્રોડાએ કહ્યું છે કે ભારત-ચીન વિવાદને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત શરૂઆતથી જ આ મુદ્દા પર સંઘર્ષની નીતિ ધરાવે છે, જ્યારે દેશોએ હવે સહયોગ તરફ આગળ વધવું જોઈએ. આ એ જ સેમ પિત્રોડા છે જેમના નિવેદનોએ કોંગ્રેસને ઘણી વખત અસ્વસ્થ બનાવી છે. હવે ફરી તેમણે નિવેદન આપ્યું છે. ખરેખર સેમ પિત્રોડાએ કહ્યું છે કે હું ચીન…
Gandhinagar,તા.૧૭ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ ૩થી ધોરણ ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યભરની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા ૭ એપ્રિલથી શરૂ થશે અને ૨૫ એપ્રિલ સુધી પૂર્ણ થઈ જશે. પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. હવે ધોરણ ૩થી ૮માં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ધોરણ ૩થી ૮ની પરીક્ષા ૭ એપ્રિલથી શરૂ થશે અને ૨૫ એપ્રિલ સુધી સમાપ્ત થશે. આ માટે…
