- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
Dehradun,તા.૧૭ મુખાબા અને હર્ષિલની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના બીજા સૌથી ઊંચા ટ્રેક, જડુંગ ખીણમાં જનકતાલ અને નીલપાની ખીણમાં મુલિંગના પાસનો શિલાન્યાસ કરશે. આ બે ટ્રેક ખુલવાથી, આ ખીણમાં પર્યટનના નવા પરિમાણો ખુલશે, જે ૧૯૬૨ માં ભારત-ચીન યુદ્ધ પછી બંધ થઈ ગયું હતું. તેનો વિકાસ લદ્દાખની જેમ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હર્ષિલ ખીણના મુખબાની પ્રસ્તાવિત મુલાકાતથી જિલ્લાના પર્યટનને એક નવું પરિમાણ મળશે તેવી આશા છે. ૧૯૬૨ના યુદ્ધ પછી, નેલાંગ અને જાડુંગ સહિત સોનમ ખીણને છાવણીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. ત્યાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે, ભૌગોલિક પરિસ્થિતિઓના આધારે, તેને લદ્દાખની જેમ વિકસાવવાની…
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ આજકાલ સામસામે છે Guwahati,તા.૧૭ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્નને લઈને રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આસામના ડીજીપીને તપાસનો આદેશ આપ્યો છે. આસામ કેબિનેટે પાકિસ્તાની નાગરિક તૌકીર શેખ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે, ગોગોઈએ આસામના મુખ્યમંત્રી અને ભાજપ પર તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની કાનૂની કાર્યવાહી કરવાની યોજનાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી રહી…
Maharashtra,તા.૧૭ મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજનાથી અન્ય કોઈ યોજના પ્રભાવિત થઈ નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે દરેક કલ્યાણકારી યોજના માટે અલગ બજેટ જોગવાઈઓ કરવામાં આવી છે. એક પ્રશ્નના જવાબમાં મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ બાવનકુળેએ કહ્યું, “અમારી સરકારે દરેક યોજના માટે અલગ બજેટ ફાળવ્યું છે. લડકી બહેન યોજના માટે અલગ બજેટ છે. તેવી જ રીતે, કૃષિ પાક વીમા માટે અલગ બજેટ છે અને કેટલાક લોકો લડકી બહેન યોજના વિશે મૂંઝવણ ઉભી કરી રહ્યા છે. ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારે લડકી બેહન યોજના શરૂ કરી હતી. રાજ્યમાં ફરી મહાયુતિની સરકાર બન્યા બાદ આ યોજના…
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.423 અને ચાંદીમાં રૂ.332ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.4નો સુધારો નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11374.71 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104122.23 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8044.52 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.115496.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11374.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104122.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.726.75 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8044.52 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.84946ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85255 અને નીચામાં…
Rajkot,તા.17 શહેર એસઓજી ટીમે સાત વર્ષ પૂર્વે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. વર્ષ 2018માં રૈયા રોડ પરથી ઝડપાયેલ 3.73 કિલો ગાંજાના મામલામાં બેડીપરાના રાણાભાઇ રાજુભાઈ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસ.ઓ.જી શાખાના પીએસઆઈ એસ.બી.ઘાસુરાની એનડીપીએસના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલ તથા અમિતકુમાર ટુડિયાની સંયુકત રીતે ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018ના નવેમ્બર માસમાં રૈયા રોડ પરથી હનુમાન મઢી ચોક નજીકથી કારમાંથી 3.7316 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મુંજકાના સાગર વજુ જળુંની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં છેલ્લા સાત…
એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ ની ટીમને મળી સફળતા, 1.25 લાખનો મુદ્દામાલ કબજે: બેલડી ની શોધખોળ Rajkot,તા.17 શહેરમાં એક માસમાં ચારથી વધુ સ્થળોએ રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી એક માસમાં ચારથી વધુ પેસેન્જરના ખિસ્સા હળવા કરનાર ભીમ નગર વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લઇ રીક્ષા સહિત મળી રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે કબજે કરી નાસી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર જેસ્ટ જાય આપેલી સૂચના ને પગલે એલસીબી પુના પી.એસ.આઇ આર એચ ઝાલા અને ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે…
મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનનુ ઢીમ ઢાળી દીધું હતું Rajkot,તા.17 શાપર-વેરાવળ ખાતે મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનનુ ઢીમ ઢાળી દેવાના ગુનામા જેલ હવાલે રહેલા પૈકી પાર્થ રાઠોડ ને ગોંડલની અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.શાપર-વેરાવળના આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા શહેજાદ હિંગોરા (ઉ.૨૫) મામદેવના મંદિર પાસે હતો ત્યારે મુકેશ ધીરુ માલકીયા, દિલીપ ભરત રાઠોડ, મિલન રમેશ રાઠોડ અને રાજેશ ભનુ ડાભીએ છરીથી છરીના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. શાપર-વેરાવળ પોલીસે રાજકોટના મવડી ચોકડી સોમનાથ સોસાયટીમાં રહેતા સાગર ભીખુ સોલંકી ની ફરિયાદ પરથી ગુનો…
બેડી ગામે મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી આચર્યું કૃત્ય Rajkot,તા.17 બેડી ગામે મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરવાના સાડા પાંચ વર્ષ પહેલાના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને રૂપિયા 5,500 દંડ ફટકાર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઇ તા.૦૧/ ૦૮/ ૨૦૧૯ના રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના શખ્સે ચા-નાસ્તાની કેન્ટીનમાંથી બાયટિંગ (સુકો નાસ્તો) આપવાનું જણાવતા, મહિલાએ કેન્ટીન બંધ થઈ ગઈ હોય ના પાડતા સંજયે મહિલાને ગાળો આપી વાંસાના ભાગે તથા…
અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મૃત્યુ ઇજાથી થયું હોવાનું સાબિત નહીં થતા વળતર મેળવી શકે નહીં Rajkot,તા.17 અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મૃત્યુના કિસ્સામાં મરણ જનારનું મૃત્યુ ઇજાથી થયું હોવાનું સાબિત નહીં થતા મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા વળતરની અરજી રદ કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ,ચંદુભાઈ ચનાભાઈનું બાઈક ઉપર પાછળ બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તૈયાર થયા બાદ મૃત્યુ થયા અંગે વારસોએ ભાવનગર મોટર એકસીડન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ કલેઈમ દાખલ કર્યો હતો.આ કેસમાં ટ્રિબ્યુનલમાં ચોલા મંડલમ જનરલ ઈન્સયોરન્સ વતી અધિકારી નીરવ આશરા તથા એડવોકેટ કપીલભાઈ શુકલે પોતાની વિશેષ રજૂઆતમાં જણાવેલ કે ગુજરનારને જે ઈજાઓ છે તે પી.એમ. રિપોર્ટમાં દર્શાવેલ છે, પરંતુ પી.એમ. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ…
મીત્ર પાસેથી સબંધના દાવે લીધેલી રકમ સવા ગણી રૂા.૬.૨૫ લાખ વળતર પેટે ચુકવવા હુકમ Rajkot,તા.17 રાજકોટના વતની અને યુ.કે.માં રહેતી મહિલાએ રાજકોટના મીત્ર પાસેથી સબંધના દાવે લીધેલી રકમ પરત કરવા આપેલો ચેક રીર્ટન કેસમાં હાલ મુંબઈ જેલ હવાલે રહેલી મહિલા 1 વર્ષની સજા અને ચેકની રકમની સવા ગણી રૂા.૬.૨૫ લાખ બે માસમા વળતર પેટે ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમા શ્રધ્ધાપાર્ક, શ્યામ હોલ પાસે, ૪૦ ફુટ રોડ, અટીકામાં રહેતા મયુરકુમાર વૃંદાવનભાઈ કારીયાએ આલાબાઈ ના ભઠા પાસે અરૂણોદય મકાન સામે શક્તિનગરના ખુણે ચામુંડા નીવાસ મકાનમાં રહેતા નીશાબેન કેતનભાઈ ડુસારા સામે…
