- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
Morbi,તા.17 સજનપર ગામથી હડમતીયા તરફના રોડ પર ત્રિપલ સવારી બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક ૧૯ વર્ષના યુવાનનું મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ નવા અમરાપર વાડીમાં રહેતા રમેશભાઈ ધુલિયાભાઈ બામણીયા (ઉ.વ.૧૯) નામના યુવાન પોતાનું બાઈક લઈને ત્રિપલ સવારીમાં સજનપર ગામથી હડમતીયા તરફના રોડ કેનાલથી આગળ પહોંચતા રોડની સાઈડમાં કપચીમાં સ્લીપ ખાઈ જતા લોખંડ બોર્ડ સાથે ભટકાઈ જતા ધસડાઇને જમીન પર પડતા રમેશભાઈ બામણીયાને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને બાઈક સવાર અન્યને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
Morbi,તા.17 ખરેડા ગામના રહેવાસી ૨૫ વર્ષીય યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કિરીટ બાબુભાઈ થરેસા (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૧૨ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી સારવાર મતે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે હાલ સ્પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Morbi,તા.17 સજનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલનો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ પર આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૦ કીમત રૂ ૯૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી દીવલ ઉર્ફે દીવાન વરસિંગ મેડા હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે
Morbi,તા.17 ખાખરાળા ગામે રહેતા આરોપીના વરંડામાંથી પોલીસે દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૮ બોટલનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરાળા ગામે સામળાભાઈ કૃષ્ણભાઈ બાળાના વરંડામાં એક ઇસમ ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વરંડામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૫૮ કીમત રૂ ૩૮,૮૧૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૪૩,૮૧૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી કાનજી દેવદાનભાઈ બાળા રહે ખાખરાળા તા. મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Indiaનો સમાવેશ ‘રિસ્ક ઝોન’માં કરવામાં આવ્યો છે. કોઈ નવો વાયરસ કે પછી યુદ્ધ નથી થઈ રહ્યું, પરંતુ અવકાશને લઈને પૃથ્વી સંકટમાં છે. એ પણ ખાસ કરીને India અને તેની આસપાસના કેટલાક દેશ. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) તેમજ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. Asteroid 2024 YR4 પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યો છે. આ Asteroid પૃથ્વી સાથે અથડાઈ એવૉ ચાન્સ પહેલા એક ટકા હતો. પરંતુ હવે એ ડબલ થઈને બે ટકા થઈ ગયો છે. આ Asteroidને ‘ધ સિટી ડિસ્ટ્રોયર’ તરીકે ઓળખવામાં આવે છે અને એ પહોળાઈમાં 40 થી 100 મીટરનો છે. આ…
હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા ભારતીય બજાર માટે તેના ટુ-વ્હીલર લાઇનઅપને અપડેટ કરી રહી છે. Activa 125, SP125, SP160, Livo અને Unicornને અપડેટ કર્યા પછી, કંપનીએ 13 ફેબ્રુઆરી Shine 125નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ 125cc કોમ્યુટર મોટરસાઇકલના એન્જિનમાં OBD2B ઉત્સર્જન ધોરણો અનુસાર ફેરફારો કર્યા છે. આ બાઇકમાં હવે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઇક E-20 પેટ્રોલ પર પણ ચાલશે. કંપનીએ આ બાઇકને બે વેરિઅન્ટમાં રજૂ કરી છે. એલોય વ્હીલ્સ સાથેના તેના ફ્રન્ટ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 84,493 રૂપિયા છે અને એલોય વ્હીલ્સ સાથેના ફ્રન્ટ ડિસ્ક…
સ્વીડિશ કાર નિર્માતા કંપની વોલ્વો કાર્સ ઈન્ડિયા 4 માર્ચે ભારતીય બજારમાં તેની ફ્લેગશિપ SUV વોલ્વો XC90 નું ફેસલિફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વૈશ્વિક બજારમાં વોલ્વો XC90 ફેસલિફ્ટ રજૂ કરી હતી. સેકન્ડ જનરેશનના મોડેલને કોસ્મેટિક ફેરફારો સાથે રજૂ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે, આ SUV 48-વોલ્ટ માઇલ્ડ હાઇબ્રિડ ટેકનોલોજી અને પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી ઓપ્શન સાથે 2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે. ભારતમાં, તેને પહેલા હળવા હાઇબ્રિડ એન્જિન સાથે લોન્ચ કરી શકાય છે. વોલ્વો XC90 સૌપ્રથમ 2014 માં લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં વોલ્વો XC90 ની કિંમત 1.01 કરોડ રૂપિયા છે. તે જ સમયે, ફેસલિફ્ટેડ વોલ્વો…
ટુ-વ્હીલર બનાવતી કંપની કાવાસાકી ઈન્ડિયાએ ભારતીય બજારમાં સ્પોર્ટ્સ ટૂરર બાઇક 2025 વર્સિસ 1100 લોન્ચ કરી છે. તેને જૂની વર્સિસ 1000 ની જગ્યાએ બજારમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત 12.90 લાખ રૂપિયા રાખી છે. જે વર્તમાન મોડેલ વર્સિસ 1000 (₹ 13.91 લાખ, એક્સ-શોરૂમ) કરતા 1 લાખ રૂપિયા ઓછું છે. ગ્રાહકો કાવાસાકી ડીલરશીપની મુલાકાત લઈને બાઇક બુક કરાવી શકે છે. આ એડવેન્ચર-ટૂરર મોટરસાઇકલ 1099cc ઇનલાઇન-ફોર સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે, જે લાંબા અંતરની સવારી માટે બનાવાઈ છે. આ નવી બાઇક ટ્રાયમ્ફ ટાઇગર 1200, ડુકાટી મલ્ટીસ્ટ્રાડા V4 અને BMW R 1300 GS જેવી બાઇકો સાથે સ્પર્ધા કરશે. તેમાં ટ્રેક્શન કંટ્રોલ,…
પેટીએમ કંપનીએ ૨૦૧૯માં ભારતમાં યુપીઆઇ દ્વારા પેમેન્ટ સ્વીકારતા નાના-મોટા વેપારીઓની સગવડ માટે યુપીઆઇ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું હતું. ગ્રાહક ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે એ સાથે તેનું વોઇસ કન્ફર્મેશન મળે, તેને કારણે વેપારીઓએ દરેક પેમેન્ટ મળ્યું કે નહીં તે તપાસવા માટે પોતાનો ફોન હાથમાં લઇને પેમેન્ટ ચેક કરવાની જરૂર રહી નહીં. આ પછી તો ઘણી બધી યુપીઆઇ કંપનીઓએ પોતપોતાનાં સાઉન્ડબોક્સ લોન્ચ કર્યાં. એ પછી ગયા વર્ષે કંપનીએ એનએફસી આધારિત કાર્ડથી થતા પેમેન્ટ માટે પણ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું. હવે કંપનીએ પેમેન્ટ સ્વીકારવા માટે વધુ એક સહેલો રસ્તો આપણને આપ્યો છે. કંપનીએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ‘રીસિવ મની ક્યૂઆર’ વિજેટ લોન્ચ કર્યું છે.…
તમે કોઈ જોબમાં બહુ સારું પરફોર્મન્સ બતાવ્યું હોય, તમારા બોસ તમારા કામથી ઇમ્પ્રેસ્ડ હોય અને પછી તમે બંને અલગ અલગ દિશામાં આગળ વધી ગયા હો – બોસ કોઈ નવી કંપનીમાં વધુ મોટી પોસ્ટ પર સેટ હોય અને કોઈ નવા પ્રોજેક્ટ માટે તમે એમને યાદ આવો, તો એ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરે? એમને માટે અને પછી એમના એચઆર ડિપાર્ટમેન્ટ માટે સૌથી સહેલો રસ્તો બની શકે લિંક્ડઇન સોશિયલ પ્લેટફોર્મ. જો તમે અને તમારા બોસ બંને લિંક્ડઇન પર સારી રીતે એક્ટિવ હો, તો એકમેક સાથે કનેક્ટેડ હો જ. એ તમારો તરત કોન્ટેક્ટ કરી શકે અને તમને એક નવી, વધુ સારી જોબ ઑફર…
