શાપર-વેરાવળ ખાતે મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનનુ ઢીમ ઢાળી દેવાના ગુનામા જેલ હવાલે રહેલા પૈકી પાર્થ રાઠોડ ને ગોંડલની અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.શાપર-વેરાવળના આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા શહેજાદ હિંગોરા (ઉ.૨૫) મામદેવના મંદિર પાસે હતો ત્યારે મુકેશ ધીરુ માલકીયા, દિલીપ ભરત રાઠોડ, મિલન રમેશ રાઠોડ અને રાજેશ ભનુ ડાભીએ છરીથી છરીના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. શાપર-વેરાવળ પોલીસે રાજકોટના મવડી ચોકડી સોમનાથ સોસાયટીમાં રહેતા સાગર ભીખુ સોલંકી ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમા મૃતક શહેજાદ હિંગોરાના ભાઈ અલ્તાફ સાથે નોનવેજની દુકાન ચલાવે છે. તેના મિત્રના પરિવારની મહિલાને શાપર-વેરાવળમાં રહેતા મુકેશ ની પરિવારની મહિલાઓ સાથે ઝઘડો થયો હતો. બે પરિવાર વચ્ચેની મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડામાં મિત્રતાના દાવે સમાધાન માટે ગયો હતો.આ બંને પરિવાર વચ્ચેના ઝઘડામાં કારણ વગર શહેજાદ હિંગોરાને વચ્ચે પડતા તેને મોત મળ્યું હતું. હાલ જેલ હવાલે રહેલા પાર્થ ભરતભાઈ રાઠોડ એ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલમાં ચાર્જસીટ ફાઇલ થઈ ગયેલ છે આરોપી પાસેથી કોઈ રિકવરી ડીસ્કવરી કરેલ નથી, જામીનના તબક્કે તમામ ગુણદોષ ચર્ચા અસ્થાને છે. આરોપીનો રોલ ગુનાના પ્રકાર સજાની જોગવાઈ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ ગોંડલની અદાલતે પાર્થ ભરત રાઠોડ ને જામીન પર છોડવા હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલ, કલ્પેશ નસીત નેમિસ જોશી, અનિતા રાજવંશી અને આસિસ્ટન્ટ ઈશા કણજારીયા રોકાયેલ હતી
Trending
- 17 જુલાઈનું પંચાંગ
- 17 જુલાઈનું રાશિફળ
- ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય
- Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ
- આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
- Puri માં Jagannath Rath Yatra માં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત થયું, અનેકને ઈજા
- હું ફક્ત દેશનું ભલું ઇચ્છું છું, હું રાષ્ટ્રવિરોધી નથી, Actress Sonakshi Sinha
- Congress President Mallikarjun Kharge એ ચોમાસુ સત્ર પહેલા પીએમ મોદીને પત્ર લખ્યો

