Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ
    મુખ્ય સમાચાર

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાડોશી તુર્કિયેમાં પણ વિરોધ પ્રદર્શનો થયાં છે  સરકારે ધર્મનિરપેક્ષ માળખા સાથે અસંગત કપડાં પર નિયંત્રણો લાદ્યા છે

    New Delhiતા.૧૩

    મુસ્લિમ બહુમતી ધરાવતા અઝરબૈજાનમાં સ્કૂલઓમાં Hijab પહેરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. સરકાર દ્વારા ડ્રેસ કોડના નિયમોમાં ફેરફાર કરાયા બાદ હિજાબ પહેરીને સ્કૂલએ પહોંચેલી કેટલીક વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને વર્ગખંડમાં પ્રવેશ અપાયો નહોતો. આ નિર્ણયના વિરોધમાં અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો હોવાની સ્થાનિક માધ્યમોએ જાણકારી આપી હતી. આ મુદ્દે અઝરબૈજાનની બહાર, પડોશી દેશ તુર્કિયેમાં પણ વિરોધ પ્રદર્શન થયાં છે.

    અઝરબૈજાન સરકારનું કહેવું છે કે સ્કૂલઓમાં તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. નવા નિયમોમાં હિજાબનો સીધો ઉલ્લેખ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ સરકારના ધર્મનિરપેક્ષ માળખા સાથે અસંગત ગણાતાં કપડાં પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે દેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ સાથે જોડાયેલાં કપડાં ખાસ પ્રસંગોએ પહેરી શકાય છે. જોકે, તેના માટે સ્કૂલની સંબંધિત સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે.

    અઝરબૈજાનની આશરે ૯૬ ટકા વસ્તી મુસ્લિમ છે. તેમાં શિયા મુસ્લિમોની બહુમતી છે, જ્યારે સુન્ની મુસ્લિમો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. આમ છતાં, દેશનું બંધારણ અઝરબૈજાનને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે ઓળખાવે છે અને નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. સરકાર સમાન ડ્રેસ કોડના અમલ પર ભાર મૂકી રહી છે, જ્યારે વિરોધ કરનારાઓનું કહેવું છે કે હિજાબ પહેરવો એ વ્યક્તિની ધાર્મિક આસ્થા અને અંગત પસંદગીનો વિષય છે.

    સ્થાનિક માધ્યમોના અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં સ્કૂલમાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થિનીઓ શિક્ષિકાઓને ભેટીને રડતી જોવા મળે છે. શિક્ષિકા ઝહરા હસાનોવાએ અલ જઝીરાને જણાવ્યું હતું કે તેમને હિજાબ પહેરીને સ્કૂલમાં આવવાની મંજૂરી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમના મતે, હિજાબ પહેરવો કે નહીં તે વ્યક્તિનો પોતાનો નિર્ણય હોવો જોઈએ.

    અઝરબૈજાનની જેલમાં બંધ પત્રકાર પોલાદ અસલાનોવે પણ નવા નિયમોના વિરોધમાં ભૂખ હડતાળ શરૂ કરી હોવાનો અહેવાલ છે. તેમને ૨૦૨૦માં દેશદ્રોહના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, તેઓ ૧૧૩ વર્ષની સજા ભોગવી રહ્યા છે. તેમની પત્ની ગુલમિરા અસલાનોવાના ફેસબુક ખાતા પર મૂકવામાં આવેલા સંદેશમાં તેમણે નાગરિકોના બંધારણીય અધિકારોના કથિત ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો હતો. દેશમાં ઇન્ટરનેટ બંધ કરાયાની પણ કેટલીક જાણકારી સામે આવી છે, જોકે ઇન્ટરનેટ પર નજર રાખતી સંસ્થાઓએ આ અહેવાલોની પુષ્ટિ કરી નથી.અઝરબૈજાનના નિર્ણય સામે તુર્કિયેના ઇસ્તાંબુલમાં અઝરબૈજાનના વાણિજ્ય દૂતાવાસની બહાર પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ સરકારને નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરી હતી.

    તુર્કિયેમાં કેટલાક લોકોએ આ ઘટનાની સરખામણી ૧૯૯૭ના સમયગાળા સાથે કરી છે, જ્યારે ત્યાં હિજાબ પહેરતી મહિલાઓને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવામાં પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો અને કેટલીક સરકારી કર્મચારીઓએ પણ નોકરી ગુમાવી હતી. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે પોતાની પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે કોઈએ તેમના દેશની જીવનશૈલીમાં દખલ કરવી જોઈએ નહીં. તેમણે તુર્કિયેનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ત્યાં થયેલાં વિરોધ પ્રદર્શનો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

    Hijab
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePanjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ
    Next Article રાહુલ ગાંધીની ચૂંટણી પંચ સામેની અરજીમાં Supreme Court રજિસ્ટ્રીએ કાઢી ૧૪ ભૂલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026
    મુખ્ય સમાચાર

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026
    રાષ્ટ્રીય

    “એક વર્તમાન સીઈસીને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું, બેને રાજ્યપાલ બનાવવામાં આવ્યા, Piyush Goyal

    October 13, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીની ચૂંટણી પંચ સામેની અરજીમાં Supreme Court રજિસ્ટ્રીએ કાઢી ૧૪ ભૂલો

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: કીર્તિદાનના ગરબામાં ટિકિટની કિંમત અડધી થઈ, લોકો છેતરાયા

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:22
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.