માધાપર, નવાગામ, થ્રી વિલા ,ન્યુ મહાવીર નગર અને જીવંતીકા પાર્કમાં જુગાર રમતી આઠ મહિલા સહિત 36 શખ્સોની ધાર પકડ 92000 મુદ્દામાલ કબજે
Rajkot,તા.02
શહેરમાં ભીમ અગિયારસ પૂર્વે શહેરમાં ઠેર ઠેર જુગારના મંડાયા છે જેમાં પાસ થવા એ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં શ્રી વિલા માધાપર ન્યુ મહાવીર નગર જીવંતિકા પાર્ક અને નવા કામમાં જુગાર રમતી આઠ મહિલા સહિત 36 શખ્સોની ધરપકડ કરી 92,000 નો મુદામાં કબજે કરવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં જુગાર અને દારૂની સહિત ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલેએલસીબી ઝોન 2ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામમાં આવેલા તિરૂપતિ બાલાજી પાર્ક માં રહેતો જગદીશ પુરષોત્તમભાઈ પંડ્યા નામનું શખ્સ તેના મકાનમાં જૂગારધામ ચલાવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબી ઝોન 2ની ટીમે જુગાર નો દરોડો પાડી, જુગટુ રમતા જગદીશ પરસોત્તમભાઈ પંડ્યા, અસ્મિતાબેન ભગાભાઈ બાવળીયા, મીનાબેન રણછોડભાઈ થેરાના, શેહનાજબેન મહેબુબભાઇ સોમનાની, શિલ્પા હુસેનભાઇ હીરજી, બળદેવભાઈ રમેશભાઈ જીંજરીયા અને દેવશી જહાભાઈ સાકરીયાને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૫૦.૮૦૦ની રોકડ કબ્જે કરી છે. જ્યારે બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતો અને થ્રીવિલા રેસીડેન્સી , શક્તિ પાર્ક મેઈન રોડ સેટેલાઈટ ચોકમાં દુકાનમાં ઇમિટેશનનો ધંધો કરતો કૈલાશ કિશોરભાઈ મુંગરા તેની દુકાનમાં જુગાર રમાડી રહ્યો છે. બતમીના આધારે દુકાનમાં જુગારનો દરોડો પાડી, જુગાર રમતો પ્રશાંત રામજીભાઈ શંખાવરા, નિલેશ કાનજીભાઈ સંખાવરા, રવિ અમરશીભાઈ દુધાત્રા, સાગર ધીરુભાઈ ભાયાણી, યતીન દિનેશભાઈ કાકડીયા, અંકુર જીવરાજભાઈ હાપલિયા અને ધવલ સુખલાલ શિંગાળા નામના શખ્સોને ઝડપી લઇ, રૂ. ૭.૭૦૦ની રોકડ કબ્જે કરી છે.
જ્યારે જુગારનો ત્રીજો દરોડો ગાંધીગ્રામ પોલીસે માધાપર ગામે આવેલા કોળીવાસમાં પાડી , જુગટું રમતા ચંદુ વેલજીભાઈ સમેરવા , સંજય બાબુભાઈ જાખોલિયા, રમેશ લાલજીભાઈ ઝાખોલીયા, રમેશ બચુભાઈ જાખોલિયાઅને મનસુખ બાલાભાઈ બાબરીયા શખ્સોને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૨.૭૩૦ની રોકડ કબ્જે કરી છે. જ્યારે દરોડા દરમિયાન કલ્પેશ બટુકભાઈ દારૂદ્રા, હીરા વશરામભાઈ મૈસુરિયા અને કાળુ રૂપાભાઈ ઝાખોલિયા નામના શખ્સો નાસી જતા ત્રણે શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે. જ્યારે બીજો દરોડો ગાંધીગ્રામ પોલીસે, ન્યુ મહાવીર નગર ૨’, મહાદેવ’ નામના મકાનમાં રહેતો જયસુખ જીવણભાઈ રાઠોડના મકાનમાં પાડી, જુગાર રમતો જયસુખ રાઠોડ, દિલાવર ગફુરખાણ પઠાણ , જગદીશ જયસુખભાઈ રાઠોડ , ગોપાલ જેરામભાઈ વાઘેલા અને રસીદ હમીરભાઈ પઠાણ નામના શખ્સોને રૂ. ૧૬.૩૦૦ની રોકડ સાથે તેમજ, જીવંતીકા પાર્ક, ભાગ્ય ભૂમિ હાઇટ્સની બાજુમાં રહેતા કમળાબેન મૂળજીભાઈ ના મકાનમાં જુગારનો દરોડો પાડી, જુગાર રમતા કમળાબેન હુંબલ, પૂજાબેન હર્ષદભાઈ નારીગરા, ફરજાનબેન લતીફભાઈ ખત્રી , રીટાબેન કમલેશભાઈ પંડ્યા, જયશ્રીબેન રાજુભાઈ ભેમીયાતર, છાયાબેન રાજેન્દ્રભાઈ જોશી, હર્ષાબેન મહેશભાઈ વૈષ્ણવ , શીતલબેન કાંતિલાલ ડોડીયા અને રેખાબેન રાજેશભાઈ પરમાર નામની મહિલાઓને ગાંધીગ્રામ પોલીસની ટીમે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૮૦૦ની રોકડ કબ્જે કરી છે.