Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court
    • NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ
    • Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા
    • 20 જૂનનું પંચાંગ
    • 20 જૂનનું રાશિફળ
    • Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar સર ટી હોસ્પિટલ રેગિંગ કેસઃ ૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, પોલીસ ફરિયાદની તૈયારી
    સૌરાષ્ટ્ર

    Bhavnagar સર ટી હોસ્પિટલ રેગિંગ કેસઃ ૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, પોલીસ ફરિયાદની તૈયારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૯

    Bhavnagarની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરતાં ૬ વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક તેમજ હોસ્પિટલની પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજ તંત્ર દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

    આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું કે, એન્ટી રેગિંગ કમિટીની બેઠક લગભગ સાડા આઠ કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન પીડિત વિદ્યાર્થીઓ, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. બંને પક્ષને પોતાની રજૂઆત માટે ત્રણ વખત તક આપવામાં આવી હતી જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ સામે અન્યાય ન થાય.

    તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા નિવેદનો અને દસ્તાવેજી પુરાવાના આધારે કમિટીએ ૬ વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીને ૨ વર્ષ, ત્રણ વિદ્યાર્થીઓને ૧ વર્ષ અને બે વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ શૈક્ષણિક, ક્લિનિકલ અથવા હોસ્પિટલ સંબંધિત પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.

    આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ ૬ સિનિયર વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસેથી પૈસા પડાવતા હતા, તેમને મુર્ગા બનાવતા હતા અને વિવિધ પ્રકારનો માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા.

    પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. જેમાં પૈસાની માંગણી, દારૂની બોટલો મંગાવવી, જમવા અને આરામનો સમય ન આપવો, કલાકો સુધી ઉભા રાખવા અને અન્ય પ્રકારની કઠોર સજાઓ આપવાનો સમાવેશ થતો હતો. આ ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીઓએ અંતે કોલેજ તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

    ઉલ્લેખનીય છે કે Bhavnagar મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૫માં પણ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના આરોપો લાગ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પણ એક રેસિડેન્ટ ડોક્ટર સામે જુનિયર વિદ્યાર્થીના શોષણનો ગંભીર કેસ નોંધાયો હતો.

    તાજેતરમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે રાજ્યની મેડિકલ કોલેજોમાં એન્ટી રેગિંગ નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.ભાવનગરના આ કેસમાં હવે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

    Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Dhari ના નબાપરામાં આંટાફેરા મારતા દિપડાને વનવિભાગે પાંજરૂ ગોઠવી દિપડાને પાંજરે પુરાયો

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: પ્રિ-મોન્સુન એક્શન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકા એકશન મોડમાં

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: આગામી ભીમ અગિયારસ તહેવાર અંતર્ગત મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    ચીત્રાવાડ ગામે બાઈક સ્લીપ થતા માતા-પિતાની નજર સામે બાળકનું મોત

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Chotila નાગચોકિયા ગામે પતિ સાથે ઝઘડા બાદ પત્નીનો આપઘાત

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026

    20 જૂનનું પંચાંગ

    June 19, 2026

    20 જૂનનું રાશિફળ

    June 19, 2026

    Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.