Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો
    • Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા
    • Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો
    • Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ
    • Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો
    • Jamkandorana વીરપુર પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ
    • Rajkot વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Bhupendra Patel ના હસ્તે ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ
    અમદાવાદ

    Bhupendra Patel ના હસ્તે ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 18, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.18
    ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. રેસ્ટ-હાઉસના ચાર ખંડમાં સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસને નિરૂપતી કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન તેમજ ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતાં સમૃધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે.

    પરિસરમાં મેઘાણી સ્મૃતિ નામે નવીન સાંસ્કૃતિક ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. લોકલાગણીને માન આપીને, વિશેષ આકર્ષણરૂપે, અહીં ઝવેરચંદ મેઘાણી દ્વારા 1928માં રચિત અમર કાવ્ય ચારણ-ક્ધયા પર આધારિત ગુજરાતના સહુપ્રથમ થીમ-પાર્કનું નિર્માણ કરવામાં આવશે.  

    ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર લોકસભા સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, મેઘાણી-ગીતોના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડીરેકટર અરૂણ મહેશ બાબુ (આઈએએસ), અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. (આઈએએસ), ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના મેનેજિંગ ડીરેકટર એસ. છાકછુઆક (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે (આઈએએસ), પોલીસ મહાનિરીક્ષક (અમદાવાદ રેન્જ) જે. આર. મોથાલિયા (આઈપીએસ), જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ (આઈપીએસ), ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, ધંધુકા એપીએમસીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ, સ્વાતંત્ર્ય-સેનાની મણિલાલ કોઠારીના દોહિત્રી અનારબેન શાહ (અમેરિકા) અને આશિતાબેન શાહ (વડોદરા), લોકગાયિકા રાધાબેન વ્યાસ, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ પદ્મશ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ, નિવાસી અધિક કલેકટર સુધીરભાઈ પટેલ, ધંધુકા મદદનીશ કલેકટર વિદ્યાસગર (આઈએએસ), ધોળકા નાયબ કલેકટર હિતેષભાઈ જોષી, ધંધુકા મામલતદાર વિજયભાઈ ડાભી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતભાઈ બુવાત્રા, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના ચીફ ઈજનેર જી. એચ. એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડીંગ ઈજનેર સી. જે. રાજપાલ, કાર્યપાલક ઈજનેર સુનિતાબેન છાબરીયા અને નાયબ કાર્યપાલક ઈજનેર એ. ડી. ચારોલીયા, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના જનરલ મેનેજર અજિતભાઈ જોષી, ઝોનલ ઈજનેર અનિલભાઈ પટેલ અને મદદનીશ ઈજનેર આકાશભાઈ તન્ના, માર્ગ અને મકાન વિભાગ – પંચાયતના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ સોમપુરા, નાયબ કાર્યપાલક ઈજનેર એચ. કે. પટેલ, સેકશન ઑફિસર આકાશભાઈ પ્રજાપતિ અને સોહેલભાઈ સૈયદ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક્ષાબેન ચૌધરી, સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.    

    મેઘાણી-પ્રતિમાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ લાગણીભેર અંજલિ અર્પી હતી. મ્યુઝિયમને રસપૂર્વક નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. ઐતિહાસિક સ્મૃતિ-સ્થળને જીવંત રાખવા બદલ પિનાકી મેઘાણીને અભિનંદન આપ્યા હતા.

    લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં આસ્વાદ થકી ઉપસ્થિત સહુને ડોલાવી દીધા હતા. આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.

    Ahmedaba
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026
    રાજકોટ

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026
    રાજકોટ

    Rajkot વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026

    Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.