Savarkundla, તા.22
સાવરકુંડલા શહેરમાં આવેલી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં અખાત્રીજ ના પાવન પર્વ સંસ્થા નાં વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામીનાં સંકલ્પથી ગુરૂકુળ પરિસરમાં ગુરૂ ગોપાળાનંદ સ્વામી યજ્ઞશાળામાં બીજમંત્ર નું આયોજન કરવામાં આવેલ.
બીજમંત્ર ના આચાર્ય તરીકે વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી રવિન્દ્ર મહારાજ રહ્યાં હતાં. આ પ્રસંગે ગુરૂકુળ વિજ્ઞાન પ્રવાહ માં નૂતન વર્ગ ખંડો 3નું ઉદઘાટન કરવામાં આવેલ જે સંસ્થા નાં વયોવૃધ્ધ પરમ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થા ના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાના કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી, હરિદર્શન સ્વામી, સુવ્રત સ્વામી સાથે જૂનાગઢથી ખાસ પધારેલ પૂર્ણ પ્રકાશ સ્વામી અને જે.પી. સ્વામી સાવરકુંડલામાં સંસ્થા સાથે હેત થી જોડાયેલા શ્રી ચંદ્રેશભાઇ રવાણી, શ્રી જયંતીભાઈ વાટલિયા અને કનુભાઈ ગેડીયા, કાનાભાઈ દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે સંસ્થા નાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી દ્વારા ગુરૂકુળ સંસ્થાના નવા બાંધકામ વિષે માહિતગાર કર્યા હતા. સમગ્ર આયોજન સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

