Surendranagar,તા.20
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે મેગમોલ ખાતે પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિદ્ધભાઈ દવે, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલાસહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. આ મેનિફેસ્ટોમાં મુખ્યત્વે શહેરમાં આગામી પાંચ વર્ષમાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓને એકજુટ થઈને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.

