Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો
    • Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા
    • Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ
    • Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો
    • Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે
    • Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો
    • રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે
    • માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»BJPએ ૧૯૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી, ૧૨૦ નિષ્ક્રિય કોર્પોરેટરોની ટિકિટ કાપી માત્ર ૩૬ને રિપીટ કર્યા
    અમદાવાદ

    BJPએ ૧૯૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી, ૧૨૦ નિષ્ક્રિય કોર્પોરેટરોની ટિકિટ કાપી માત્ર ૩૬ને રિપીટ કર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 11, 2026Updated:April 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાજપે ‘નો રિપીટ થિયરી’ નો કડક અમલ કરતા અમદાવાદના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે

    Ahmedabad,તા.૧૧

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસની ગણતરીના કલાકો પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકા માટે ભારે સસ્પેન્સનો અંત લાવી દીધો છે. મોડી રાત્રે ભાજપે ૪૮ વોર્ડ માટે પોતાના તમામ ૧૯૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ટિકિટ વહેંચણીમાં ભાજપે ‘નો રિપીટ થિયરી’ નો કડક અમલ કરતા અમદાવાદના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

    અમદાવાદમાં ભાજપે મોટો ઉલટફેર કરતા ગત ટર્મના ૧૬૦ પૂર્વ કોર્પોરેટરોમાંથી માત્ર ૩૬ કોર્પોરેટરોને જ રિપીટ કર્યા છે. જેનો સીધો અર્થ એ છે કે, પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન કરી શકનાર ૧૨૦ થી વધુ (લગભગ ૬૦%) જૂના કોર્પોરેટરોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. ઘાટલોડિયા, થલતેજ અને નારણપુરા જેવા અત્યંત મહત્વના અને ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં પણ ચારમાંથી ત્રણ ઉમેદવારો નવા લાવીને મોટો ફેરફાર કરાયો છે. પ્રીતીશ મહેતા અને વિરલ વ્યાસ જેવા સિનિયરોના પત્તા પણ કપાયા છે.

    આ વખતની યાદીમાં ભાજપે સારી કામગીરી કરનારા અને સેવાભાવી લોકોને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરનાર અને પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે ખડેપગે ઊભા રહી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગિરીશ વણઝારાને અસારવા વોર્ડમાંથી ટિકિટ અપાઈ છે. પ્લેન ક્રેશ દુર્ઘટના વખતે પીડિત પરિવારોના સોના-ચાંદીના દાગીના સાચવીને તેમને પરત કરનાર રાજુ પટેલ પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે. વ્યવસાયે બિલ્ડર અને ફોટોગ્રાફર તરીકે પ્રખ્યાત રાજુ પટેલને શાહીબાગ વોર્ડમાંથી ટિકિટ મળી છે.

    અમદાવાદની ૧૯૨ બેઠકોમાંથી ભાજપે ૯૦ બેઠકો પર મહિલાઓને સ્થાન આપીને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. સાબરમતીથી ખુશી પરમાર અને નવા વાડજમાંથી નિધિ વાઘેલા જેવા નવા ચહેરાઓને તક અપાઈ છે.આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા

    બીજી તરફ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી પર પાર્ટીએ ત્રીજીવાર ભરોસો મૂકી તેમને બોડકદેવથી રિપીટ કર્યા છે. ફોર્મ ભરતા પહેલા તેમણે માનવ મંદિરમાં માતાજીના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત, એએમટીએસના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈ ને પણ ટિકિટ અપાઈ છે, જેઓ મેયર પદના પ્રબળ દાવેદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

    એક તરફ ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી ગયા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટનો કકળાટ શાંત પડ્યો નથી. મોડી રાત સુધી ચાલેલા ડખા બાદ સવારે ૫ વાગ્યે ઉમેદવારોને ફોન કરીને જાણ કરાઈ હતી. નરોડામાં જાહેર થયેલા ઉમેદવારની ટિકિટ રાતોરાત કાપીને બીજાને આપી દેવાઈ. ફોર્મ ભરવાની અંતિમ સમયમર્યાદા (બપોરે ૩ વાગ્યા) નજીક હોવા છતાં કોંગ્રેસના અનેક ઉમેદવારો હજુ પણ અસમંજસમાં છે.

    અમદાવાદમાં ભાજપે જે ૩૬ ચહેરાઓને રિપીટ કર્યા તેમાં કેતન પટેલ ગોતા,રાજશ્રી પટેલ ચાંદલોડિયા,રીટાબેન પટેલ ચાંદખેડા,અંજુબેન શાહ સાબરમતી,ચેતન પટેલ સાબરમતી,ભાવિ પંચાલ રાણીપ,પ્રવીણ અંબાલાલ પટેલ ઘાટલોડિયા,હિતેશ બારોટ થલતેજ,દર્શન શાહ નારણપુરા, વિપુલ પટેલ નરોડા,વિનોદકુમારી ચૌધરી સૈજપુર બોઘા, અનસુયા પટેલ   અસારવા, જશુભાઈ ઠાકોર શાહીબાગ,રેખા ચૌહાણ શાહપુર,આશા બ્રહ્મભટ્ટ નવરંગપુરા,દેવાંગ દાણી બોડકદેવ,ભારતી ગોહિલ જોધપુર,દિપક પંચાલ નિકોલ,વિલાસ દેસાઈ     નિકોલ,મુકેશ પટેલ વિરાટનગર,સંગીતા પટેલ વિરાટ નગર,ભારતી વાણીયા સરસપુર રખિયાલ,પંકજ ભટ્ટ ખાડિયા,ચેતના પટેલ પાલડી,મેહુલ શાહ          વાસણા,રાજેશ ઠાકોર વેજલપુર, પારુલ દવે વેજલપુર,નીતા દેસાઈ ઓઢવ,મીનુ ઠાકુર ઓઢવ, કૌશિક પટેલ ઇન્દ્રપુરી,પરેશ પટેલ વસ્ત્રાલ,કમલેશ પટેલ ખોખરા,મૌલિક પટેલ ઇસનપુર,ડો.ચાંદની પટેલ લાંભા,મૌલિક પટેલ રામોલ,દીપલ હાર્દિકકુમાર પટેલ          સરદાર પટેલ સ્ટેડિયમનો સમાવેશ થાય છે

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Rajkot સહિત પાંચ શહેરોમાં 40 અને વડોદરા – ડિસામાં 39 ડીગ્રી તાપમાન

    April 16, 2026
    અમદાવાદ

    કટોકટીના સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર સરકારી કર્મચારીના મેડિકલ બિલ નકારી શકાય નહીં

    April 16, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    અમદાવાદ

    Amit Chavdaના ગઢમાં જ કોંગ્રેસનું સૂરસૂરિયું થયું: ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું

    April 14, 2026
    અમદાવાદ

    ક્રૂડ ઓઇલ હવે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની નીચે: Petrol and Dieselના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

    April 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026

    Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

    April 17, 2026

    Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે

    April 17, 2026

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.