Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    • ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા
    • Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    • Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર
    • Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    • કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ
    • USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું
    • Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Gujaratમાં ગરમીથી યુવકનું મોત: ૨૮ વર્ષનો યુવક હીટસ્ટ્રોક સહન ન કરી શક્યો
    સુરત

    Gujaratમાં ગરમીથી યુવકનું મોત: ૨૮ વર્ષનો યુવક હીટસ્ટ્રોક સહન ન કરી શક્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2026Updated:May 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૨

    ગુજરાતમાં આકરી ગરમીથી મોત થયાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ૨૮ વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો, અને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યો હતો. સુરતમાં ગરમીનો પારો ૪૨.૨ ડિગ્રીએ પહોંચ્યો છે. ૧૫ વર્ષમાં બીજીવાર મે મહિનામાં સુરતમાં આટલી ગરમી નોંધાઈ છે. હજી ચાર દિવસ સુરતમાં હીટવેવની આગાહી છે.

    સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ ૨૮ વર્ષીય યુવકનું મોત થયું છે. યુવકનું હિટ સ્ટ્રોકથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સચિન સાંઈ રો હાઉસમાં રહેતો અનુજ શાહ ઘરેથી જમીને નોકરીએ જઈ રહ્યો હતો. સચિન રોડ પર યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈ કુંદનકુમાર શાહે જણાવ્યું કે, મારા ભાઈ અનુજને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. પરિવારે ગરમીના લીધે તેમનું મોત થયું હોવાનું જણાવ્યું છે. સચિન પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે તેવું સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કેતને જણાવ્યું.

    સુરતના આરોગ્ય કમિશનર પ્રદીપ ઉમરીગરે કહ્યું કે, યુવાનનું પેનલ પીએમ કરી મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ હીટવેવ સહિતના કેસોમાં ૫ થી ૧૦ ટકાનો વધારો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. હાલ સુરતમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યો છે. લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા  સૂચના છે. મજૂરો માટે પણ ૨ થી ૪ રીસેસ આપવા જણાવ્યું છે.

    ગત રોજ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હીટવેવની લઈને પણ આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાતની આગામી ૫ દિવસ ૪૫ ડિગ્રી જેટલી ગરમી પડશે તેવી હવામાન વિભાગની આગાહીને ધ્યાનમા રાખીને વ્યવસ્થા કરી છે. ગુજરાતની તમામ હોસ્પિટલમા લૂ લાગવા જેવા કેસા માટે ઝડપી સારવાર મળે તે માટે સજ્જ છે.

    સુરતમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. ૧૫ વર્ષમાં બીજીવાર મે મહિનામાં આટલી બધી ગરમી નોંધાઈ છે. આજે પણ હીટવેવની સુરતમાં આગાહી છે. વર્ષ ૨૦૨૩ ના મે મહિનામાં છેલ્લા દોઢ દાયકાનું રેકોર્ડબ્રેક ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરના ઓલ ટાઈમ રેકોર્ડ મુજબ ૧ મે, ૧૯૫૬ના રોજ મહત્તમ તાપમાન અધધ ૪૫.૬ ડિગ્રી નોંધાયું હતું. હાલ બપોરેના સમયે માર્ગો પર લૂની અસરથી સામાન્ય દિવસોની સરખામણીમાં અવર-જવર ઓછી જોવા મળી રહી છે.

    આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે કહ્યું કે, ગુજરાતની આજુબાજુમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યાં છે. ત્રણ દિવસ બાદ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઘટશે. ગુજરાતના જિલ્લાઓમાં ૪૨ થી ૪૫ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. ૧૨ થી ૧૪ તારીખ સુધી ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર, કચ્છ અને સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ ,ગાંધીનગર ,પાટણ, દ્વારકા , રાજકોટ , અમરેલી, બનાસકાંઠા, બોટાદ વડોદરામાં યલો એલર્ટ છે. સુરેન્દ્રનગર સૌથી વધુ ૪૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    કાકરાપાર ડેમમાં ડૂબવાથી વાકલ ગામના ૪ પિતરાઈ ભાઈઓના કરુણ મોત

    May 12, 2026
    સુરત

    સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ લાખના Gold biscuitsની ચોરી, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

    May 11, 2026
    સુરત

    સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા

    May 9, 2026
    સુરત

    ઓસ્ટ્રેલિયાના નામે ૮ લાખનું Fraud, નકલી વિઝા પકડાઈ જતાં મહિલા એજન્ટનો ફિનાઈલ ડ્રામા

    May 9, 2026
    સુરત

    આખરે Sumul Dairyની ચૂંટણીને લઈને ચાલતી અટકળોનો અંત, ૧૫ જુલાઈના રોજ મતદાન યોજાશે

    May 9, 2026
    સુરત

    Surat: શિખામણ આપતી નાનીનું દોહિત્રએ ગળું કાપી નાખ્યું

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.