Bhavnagar,તા.૨૫
સુરત સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનામાં બે આપઘાતની ઘટના બાદ હવે ભાવનગરમાં પણ આ પ્રકારનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે ટીઓપી૩ સર્કલ નજીક આવેલ ગોકુળધામના કે વિંગ-૨૦૧ના બીજા માળે રહેણાક મકાનમાં મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. કિન્નર એસ. દેસાઈનો મૃતદેહ મળતાં ચકચાર મચી હતી.
ડૉ. કિન્નર દેસાઈ એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ૪ દિવસથી બંધ રુમમાં તેમની લાશ સડતી હતી. બનાવની જાણ થતાં ભરતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું તે અંગે તપાસ બાદ હકીકત સામે આવશે
તેઓ ગોકુળધામ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા હતા. બંધ ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે પ્રોફેસરનો મૃતદેહ અત્યંત ક્ષત-વિક્ષત અને જૂની થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.
સુરતની નવી સિવિલની મેડિકલ કોલેજમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આત્મહત્યા કરી છે. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ ડાબા હાથે ત્રણ કટ મારી અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિએ હાથ અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિ પરિણીત હતા અને તેઓ તેમની પત્ની સાથે સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં જ રહેતા હતા. મૃતક ડોક્ટરના પત્ની પણ હોમિયોપેથીના ડોક્ટર છે.

