Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    August 10, 2026

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો
    • Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી
    • ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ
    • Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે
    • Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો
    • TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
    • Jugal Hansraj માસૂમ : ધ નેક્સ્ટ જનરેશનમાં કામ કરશે
    • State Bank of India એ ક્લાર્કની મોટી ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો
    મનોરંજન

    બોલિવૂડના સુપરસ્ટાર Govinda એ એક પોડકાસ્ટમાં ભાવુક ખુલાસો કર્યો

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર ગોવિંદા તેમના શાનદાર અભિનય, અનોખી નૃત્ય શૈલી અને કોમિક ટાઇમિંગ માટે જાણીતો છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ગોવિંદાએ તેમના જીવન અને સંઘર્ષો વિશે વિવિધ યાદો શેર કરી હતી. ગોવિંદાનો જન્મ કળાથી જોડાયેલા પરિવારમાંથી થયો હતો. તેમના પિતા અરુણ કુમાર આહુજા, 1940ના દાયકા દરમિયાન ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરતા હતા. જ્યારે તેમની માતા નિર્મલા દેવી એક પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત કલાકાર હતા. આખરે કેમ જીવન ટૂંકાવવા માંગતો હતો ગોવિંદા?

    ગોવિંદાએ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ગોવિંદાને ત્રણ બહેનો છે, જેમના નામ કામિની ખન્ના, પદ્મા અને પુષ્પા છે. કામિનીએ લેખક, સંગીતકાર અને ગાયિકા તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમનો આખો પરિવાર લાંબા સમયથી ફિલ્મ અને સંગીત ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. ગોવિંદાએ શેર કર્યું કે, 15 જૂન, 1996ના રોજ તેમની માતા નિર્મલા દેવીનું અવસાન થયું ત્યારે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. ગોવિંદા તેની માતાની ખૂબ નજીક હતો, જે એક પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા અને અભિનેત્રી હતી. તેમનું 1996 માં અવસાન થયું હતું.

    ગોવિંદા તેની માતાના અચાનક અવસાન પછી લાંબા સમય સુધી ઊંડા શોક અને એકલતામાં ડૂબ્યો હતો. ગોવિંદાએ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે, માતાના મૃત્યુ પછી તેના મનમાં આત્મહત્યાના વિચારો આવતા હતા. ગોવિંદાએ કહ્યું કે, ‘મારી માતાના અવસાન પછી હું નર્મદા નદીમાં આત્મહત્યા કરવા માંગતો હતો.’ ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ પણ અનેક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તે ઘણીવાર ગોવિંદા માતાને યાદ કરે છે. તેણે તો એવી ટિપ્પણી પણ કરી છે કે, જો તેને બીજા જીવનમાં ગોવિંદા મળે, તો તે તેને પતિ તરીકે નહીં પણ પુત્ર તરીકે ઇચ્છશે, કારણ કે તે એક ઉત્તમ પુત્ર છે.ગોવિંદાની કારકિર્દીની વાત કરીએ તો, તેણે 1986માં ફિલ્મ ઇલ્ઝામથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેણે તરત જ તેની પહેલી ફિલ્મથી લોકોનું ધ્યાન ખેંચ્યું. ત્યારથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં, સતત હિટ ફિલ્મોનો દોર આપ્યો. 1990ના દાયકામાં ગોવિંદાના કોમિક ટાઇમિંગ, શાનદાર નૃત્ય શૈલી અને અનોખા વ્યક્તિત્વે તેને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યો. લોકો તેને ‘હીરો નંબર 1’ કહેવા લાગ્યા. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હતા અને તેણે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.ગોવિંદાએ 11 માર્ચ, 1987ના રોજ સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે. એક પુત્રી ટીના આહુજા અને એક પુત્ર યશવર્ધન આહુજા. ગોવિંદાએ ઘણીવાર કહ્યું છે કે મુશ્કેલ સમયમાં તેનો પરિવાર હંમેશા તેની સાથે મજબૂતીનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે. ગોવિંદાએ દરેક પરિસ્થિતિમાં પરિવારને પ્રાથમિકતા આપી છે. આજે પણ તેની પત્ની અને બાળકો દરેક પગલે તેની સાથે જોવા મળે છે. ગોવિંદા માટે તેના પરિવારથી વધુ કંઈ મહત્ત્વનું નથી અને તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. ગોવિંદાએ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો છે.

    Bollywood superstar Govinda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSpider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026
    મનોરંજન

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    August 10, 2026
    મનોરંજન

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026
    મનોરંજન

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    August 10, 2026
    મનોરંજન

    TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ

    August 10, 2026
    મનોરંજન

    Jugal Hansraj માસૂમ : ધ નેક્સ્ટ જનરેશનમાં કામ કરશે

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,970
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 15:08
    Categories
    Latest News

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    August 10, 2026

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026

    Malayalam superstar Mohanlal ને ઓસ્ટ્રેલિયાએ વિઝા ન આપતા સિડનીનો તેમનો સ્ટેજ શો રદ થયો

    August 10, 2026

    TV Actress Avika Gaur ને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ

    August 10, 2026

    Jugal Hansraj માસૂમ : ધ નેક્સ્ટ જનરેશનમાં કામ કરશે

    August 10, 2026
    Search
    Main News

    State Bank of India એ ક્લાર્કની મોટી ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ

    August 10, 2026

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Spider-Man ફ્રેન્ચાઈઝીએ વિશ્વભરમાં $11 બિલિયનથી વધુની કમાણી કરી

    August 10, 2026

    ‘Toxic’ માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ

    August 10, 2026

    Tarun Tejpal case પરથી વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવશે

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.