પ્રિયદર્શન દિગ્દર્શિત ફિલ્મ ‘હૈવાન’માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે
મુંબઈ, તા.૧૪
અભિનેતા Boman Irani પોતાની ભૂમિકાની ઝીણવટભરી તૈયારી માટે જાણીતા છે. જોકે આગામી ક્રાઇમ થ્રિલર ‘હૈવાન’ માટે કામ કરતી વખતે તેમની આ તૈયારીની પદ્ધતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કામ કરતા તેમણે પોતાની ભૂમિકા માટે વધુ પડતું રિહર્સલ કરવાની આદતને થોડા સમય માટે બાજુ પર રાખવી પડી હતી.
પોતાની તૈયારીની રીત વિશે વાત કરતા બોમને કહ્યું, “એક અભિનેતા તરીકે હું ઘણી વખત જરૂર કરતાં વધારે રિહર્સલ કરું છું. હું મોજાં પહેરતી વખતે, શેવિંગ કરતી વખતે પણ મારા ડાયલોગ્સ બોલતો રહું છું. પરંતુ સેટ પર પહોંચ્યા પછી પ્રિયદર્શન સાહેબ કહે છે, ‘આ એક જ વાર બોલો, કેમેરામાં જુઓ અને પછી કેમેરાની ળેમમાંથી બહાર નીકળી જાઓ.’
ત્યારે મારી અત્યાર સુધીની બધી તૈયારી મીંડું થઈ જાય છે.”બોમનના મતે અભિનેતાની તૈયારી એટલી જ હોવી જોઈએ કે તે દિગ્દર્શકના સૂચન પ્રમાણે પોતાની રજૂઆત બદલી શકે. તેમણે કહ્યું, “જો તમે તમારી તૈયારીમાં જ અટવાઈ જાઓ અને કોઈ એક પદ્ધતિ સાથે બંધાઈ જાઓ, તો તમે સારા અભિનેતા નથી. તમારે એટલી તૈયારી કરવી જોઈએ કે દિગ્દર્શક તમને કહે કે તેને થોડું ઓછું કે થોડું વધારે કરો, તો તમે તે પ્રમાણે કરી શકો.”પ્રિયદર્શનની કાર્યશૈલી વિશે બોમને કહ્યું કે તેઓ સેટ પર દિગ્દર્શકની કામગીરીને એક કલાકારની જેમ નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે નિહાળવાનું પસંદ કરે છે. તેમના મતે સરળ કેમેરા મૂવમેન્ટ અને કમ્પોઝિશન જેવા સાધનોનો ઉપયોગ કરીને પણ પ્રિયદર્શન વાર્તાને અસરકારક રીતે રજૂ કરે છે.પ્રિયદર્શન દિગ્દર્શિત ‘હૈવાન’માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

