Kodinar, તા.29
LCBના પી.આઈ. એસ.વી. રાજપુત, પી.એસ.આઈ. એ.સી. સિંધવ તથા પી.એસ.આઈ. એચ.એલ. જેબલીયાના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે કોડીનારના જીન પ્લોટ, ફલીન નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ભોંયરામાં સંતાડેલો હતો જથ્થો પોલીસની તપાસ દરમિયાન મકાનના ભોંયરામાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની તથા પ્લાસ્ટિકની સીલપેક 103 બોટલો તથા 19 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સહિત રૂા.10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.41,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી પ્રકાશ ઉર્ફે રવી રમેશભાઈ કામળીયા (ઉ.વ. 36, રહે. જીન પ્લોટ, કોડીનાર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ચીંતન ઉર્ફે ચીટ ગોસ્વામી (રહે. ઉના) હાજર મળી ન આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

