Anand,તા.29
સૌરાષ્ટ્રનાં બોટાદ જિલ્લાનાં ડી.વાય.એસ.પી. એ.એ.સૈયદ વડોદરાથી આણંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે, અચાનક તેઓને ઝોકુ આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને રોડની સાઈડમાં ઉભેલા પાંચ લોકોને કચડી નાંખ્યા હતા. જે પૈકી બેનાં મોત નિપજયા છે.
આ અંગેની વધુ વિગતો મુજબ આણંદ જિલ્લાના અડાસ પાસે એક અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. વડોદરા થી આણંદ તરફ આવી રહેલી કારના ચાલકને અચાનક ઝોકું આવી જતાં વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ કિનારે ઉભેલા પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક શેરડીના રસના વિક્રેતા સહિત બે લોકોના ઘટનાસ્થળે જ કણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સર્જનાર આ કાર બોટાદના ઉુજઙ એ.એ. સૈયદની હોવાનું સામે આવ્યું છે. તેઓ વડોદરાથી આણંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અડાસ નજીક હાઈવે પર તેમને અચાનક ઊંઘનું ઝોકું આવી ગયું હતું.
ઝોકું આવવાના કારણે કાર પૂરપાટ ઝડપે રોડની સાઈડમાં ધસી ગઈ હતી અને ત્યાં ઉભેલા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટના એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો હિસ્સો પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ ગંભીર અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં dySpએ.એ. સૈયદને પણ ઈજાઓ થઈ હોવાના કારણે તેમને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

