Lucknow,તા.29
ઉતર ભારતથી માંડીને દેશના વિવિધ રાજયોમાં હવામાન પલ્ટાની આગાહી વચ્ચે ઉતરપ્રદેશ જેવા રાજયોમાં વાતાવરણ બદલાયુ છે. વરસાદ-આંધીમાં મકાન પડવા સહિતની દુર્ઘટનાઓમાં ચાર લોકોના મોત નિપજયા હતા.
ઉતરપ્રદેશના કૌશાંબીમાં મોડીરાત્રે વરસાદ અને ઝંઝાવાતી પવન સાથે આંધી-તોફાન સર્જાતા કાચુ મકાન ધસી પડયા હતા તેમાં ભરઉંઘમાં સુઈ રહેલી માતા તથા બે પુત્રીના કાટમાળ હેઠળ દટાઈ જતા મોત નિપજયા હતા.
માસુમ પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ જ રીતે એક શેડ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજયુ હતું. વરસાદ-આંધીના તાંડવમાં ઠેકઠેકાણે વૃક્ષો-થાંભલા-છાપરા પડયાની ઘટનાઓ બની હતી તેમાં કેટલાંક લોકો ઘાયલ થયા હતા.

