New Delhiતા, 26
વિશ્વ કપ 2026માં ભારતીય હોકી પ્રેમીઓ માટે અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યાં છે. ભારતીય મહિલા અને પૂરૂષ હોકી ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ છે. નેધરલેન્ડ્સના આમ્સ્ટલવેન સ્થિત ઐતિહાસિક વાગેનર હોકી સ્ટેડિયમમાં રમાયેલા પોતપોતાનાં અત્યંત નિર્ણાયક અને ’કરો યા મરો’ સમાન મુકાબલાઓમાં ઈચ્છિત પરિણામ ન મળતાં ભારતની બંને સિનિયર ટીમો સેમીફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે.
મહિલા હોકી વર્લ્ડ કપ 2026માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલો બીજો મુકાબલો વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ સમાન બની રહ્યો હતો. બંને ટીમો વચ્ચે 60 મિનિટ સુધી ચાલેલી કાંટાની ટક્કર બાદ મેચ 0-0થી ડ્રો પર સમાપ્ત થઈ હતી. મેચ પહેલાં બંને ટીમોના ખાતામાં 1-1 પોઇન્ટ સરખો હતો, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટના ગોલ તફાવતમાં ઓસ્ટ્રેલિયા ભારત કરતાં એક ગોલ આગળ હતું.
આ ગોલ તફાવતના આધારે ડ્રો પરિણામ છતાં ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં સ્થાન સુરક્ષિત કરી લીધું, જ્યારે ભારતીય મહિલા ટીમ આટલી નજીક પહોંચીને પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ડિફેન્સ અને ગોલકીપરે વિપક્ષી ટીમનાં અનેક આક્રમણોને નિષ્ફળ બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ હાફટાઈમ પહેલાં મળેલી સવલતો અને પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવામાં મળેલી નિષ્ફળતા ભારત માટે મોંઘી સાબિત થઈ હતી.
બીજી તરફ, 5ુરૂષ હોકી વર્લ્ડ કપના અત્યંત મહત્વપૂર્ણ પૂલ-ઈ (ઙજ્ઞજ્ઞહ-ઊ) મુકાબલામાં ભારતીય પુરુષ ટીમે સેમીફાઇનલમાં પ્રવેશવાની પોતાની આશાઓ જીવંત રાખવા માટે આર્જેન્ટિના સામે ઓછામાં ઓછા બે ગોલના અંતરથી જીત નોંધાવવી અનિવાર્ય હતી. જોકે, મેચની શરૂઆતથી જ આર્જેન્ટિનાના ખેલાડીઓએ અત્યંત આક્રમક રમત દાખવીને ભારતીય ટીમ પર દબાણ બનાવી દીધું હતું. પ્રથમ મિનિટમાં જ જોક્વિન ટોસ્કનીએ શાનદાર ફીલ્ડ ગોલ કરીને આર્જેન્ટિનાને 1-0થી આગળ કરી દીધું હતું અને ત્યારબાદ છઠ્ઠી મિનિટે નિકોલસ ડેલા ટોરેએ ડ્રેગ-ફ્લિક દ્વારા બીજો ગોલ કરીને ટીમની સરસાઈ બેગણી કરી દીધી હતી.
ભારત તરફથી 9મી મિનિટે સુખજીત સિંહે ગોલ કરીને વાપસીની આશા જગાવી હતી, પરંતુ ત્યારબાદ આર્જેન્ટિનાના ફોરવર્ડ્સે ભારતીય ડિફેન્સની ભૂલોનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. આર્જેન્ટિના તરફથી ટોમસ ડોમેને 33મી મિનિટે રિવર્સ શોટ વડે અને 37મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર સતત બે ગોલ કર્યા હતા, જ્યારે 48મી મિનિટે લુકાસ ટોસ્કનીએ પાંચમો ગોલ કરીને આર્જેન્ટિનાની જીત લગભગ નક્કી કરી દીધી હતી.
મેચની છેલ્લી ક્ષણોમાં (58મી અને 59મી મિનિટે) સુખજીત સિંહે પોતાનો બીજો ગોલ અને હાર્દિક સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને સ્કોર 3-5 કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણો મોડો થઈ ચૂક્યો હતો અને ભારત 3-5થી મેચ હારી ગયું હતું.
આમ, વર્લ્ડ કપ 2026 જેવા મોટા મંચ પર એક જ સમયે દેશની બંને મુખ્ય હોકી ટીમોનું સેમીફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમોની ખરાબ પાસિંગ, અગણિત ભૂલો, પેનલ્ટી કોર્નરને ક્ધવર્ટ કરવામાં રહેલી નબળાઈ અને દબાણની સ્થિતિમાં રમત પર નિયંત્રણ ગુમાવવાની ક્ષતિઓ આખરે પરાજયનું મુખ્ય કારણ બની.

