Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ
    • સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1
    • Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
    • Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ
    • Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો
    • Olympic કરતા Football World Cupમાં ડબલ ધનવર્ષા
    • IPL 2026: RCBને ચાર વિકેટે પરાસ્ત કરતું Gujarat Titans
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મહિલા અને બાળ વિકાસ વિભાગની ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરાઇ
    ગુજરાત

    મહિલા અને બાળ વિકાસ વિભાગની ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરાઇ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 12, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૨

    વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જેઓ ‘શું બદલાયું’ તેમ પૂછે છે તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર નહોતી

    આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ છે, જેનાથી છેવાડાના બાળક સુધી મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે.

    મંત્રીએ કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું કે, એક સમયે આંગણવાડી એટલે અંધારું ઓરડું અને યોજનાઓ માત્ર કાગળ પર રહી ભ્રષ્ટાચારના કૂવામાં હોમાઈ જતી હતી. પરંતુ આજે  મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની આંગણવાડીઓ ‘સ્માર્ટ’ બની છે, જ્યાં બાળકો સ્માર્ટ ટીવી અને નવીનતમ પદ્ધતિઓથી શિક્ષણ મેળવી રહ્યા છે.

    મંત્રીએ જણાવ્યું હતું કે, ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન દ્વારા આજે છેવાડાના આદિવાસી ગામના બાળકનું વજન અને તેને મળતા દૂધની વિગત મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા એક ક્લિક પર જાણી શકે છે. રાજ્યની ૫૩,૦૦૦ થી વધુ આંગણવાડીઓમાં ૪૮ લાખ લાભાર્થીઓ માટે એઆઇ આધારિત એટેન્ડન્સ સિસ્ટમ માટે રૂ. ૫ કરોડની જોગવાઈ કરાઈ છે. ટેક હોમ રાશન વિતરણમાં ઊઇ કોડ ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘ડિજિટલ કવચ’ પૂરું પાડવામાં આવ્યું છે.

    નાગરિકોના સ્વાસ્થ્ય સ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ કહેતાં મંત્રીએ જણાવ્યું હતું કે  કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે એનએફએચએસ-૫ (૨૦૧૯-૨૦) ની સરખામણીમાં જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા છે. આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેમાં ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો ૩૯.૭% હતો, જે હવે ઘટીને માત્ર ૧૧.૪% પર આવી ગયો છે. આમ, કુલ ૨૮.૩૦% નો માતબર ઘટાડો આવ્યો છે.જાન્યુઆરી-૨૦૨૫ થી અત્યાર સુધીમાં કુલ ૧૦૦૦ થી વધુ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં નવા આંગણવાડી ભવનો માટે રૂ. ૩૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ આંગણવાડીઓ હવે માત્ર કેન્દ્રો નથી, પણ સ્માર્ટ ટીવી અને નવીનતમ શૈક્ષણિક સાધનોથી સજ્જ ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બન્યા છે.

    મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી રહી છે જેનો સ્પષ્ટ ચિતાર બજેટના આંકડાઓમાં જોવા મળે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના કુલ બજેટમાં ગુજરાત ૩૯ ટકા ‘જેન્ડર બજેટ’ હિસ્સા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે, જે અંતર્ગત અંદાજે ૭૭૦ જેટલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ કાર્યરત છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને સુધારી રક્ષણ પૂરું પાડવા માટે ૫.૨૨ લાખ માતાઓ માટે રૂ. ૨૮૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.

    રાજ્યમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે વહાલી દીકરી યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ૩,૩૫,૬૦૭ દીકરીઓની સહાય મંજૂર કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના જેવી યોજનાઓ માટે ઓનલાઈન અરજી અને રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

    ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા અને બાળકોના પાયાના શિક્ષણ માટે અત્યંત ગંભીર છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં ૧૭.૯૬ લાખ મહિલાઓએ સહાય મેળવી છે, જેમાંથી ૩.૫૮ લાખ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે જ, પારિવારિક પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે રાજ્યમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે.ગુજરાત પ્રવાસ ગાઈડ

    શિક્ષણ અને પોષણના ક્ષેત્રમાં થયેલા બદલાવ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, હવે આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્રો મટીને ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બની રહી છે. નવી આંગણવાડીઓના નિર્માણ માટે રૂ. ૩૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓને વેગ આપવા ‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૧૪.૮૫ કરોડ ફાળવાયા છે. દૂધ સંજીવની યોજના દ્વારા ૧૩.૫૦ લાખ લાભાર્થીઓ માટે રૂ. ૨૦૫ કરોડની જોગવાઈ કરાઈ છે.

    દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે કચ્છથી શરૂ થયેલું ‘બાલિકા પંચાયત’ અભિયાન હવે સમગ્ર રાજ્યમાં વ્યાપક બન્યું છે તેમ જણાવતા મંત્રીએ ગર્વભેર કહું કે કચ્છના કુંનરિયા ગામથી શરૂ થયેલી ‘બાલિકા પંચાયત’ આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણા બની છે. ૧૧ થી ૨૧ વર્ષની કિશોરીઓ દ્વારા સંચાલિત આ પંચાયત બાળ લગ્ન અટકાવવા અને કિશોરીઓના સ્વાસ્થ્ય જેવા ગંભીર સામાજિક પ્રશ્નો પર નિર્ણય લેતા શીખી રહી છે. હવે ૧૮ વર્ષની દીકરીઓ ગામનો વહીવટ નક્કી કરે છે, જે લોકશાહીના મૂલ્યોને પાયાના સ્તર સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બની છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: Gujaratના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર BJP પ્રમુખ ડો. Madhav Dave

    May 1, 2026
    જામનગર

    Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.