Kodinar , તા.3
મહાપૂનમ દિને આચાર્ય ભરતમુનિનો જન્મદિવસ ઉજવીએ છીએ તે અંતર્ગત ‘સંસ્કાર ભારતી, ગીર સોમનાથ’ દ્વારા શ્રી નવોદય જવાહર નવોદય વિદ્યાલય કોડીનારમાં આચાર્ય ભરતમુનિની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી.
જવાહર નવોદય વિદ્યાલય કોડીનારના આચાર્યશ્રી એસ. વી. પાટીલ સર દ્વારા ‘જીવનમાં કલાની ઉપયોગીતા’ વિશે માનનીય પ્રવચન આપવાંમાં આવ્યું . સંગીત શિક્ષક જીગ્નેશ ગોંડલીયા અને અરવિંદ ગોસ્વામીએ ભરત આચાર્ય ભરતમુનિના જીવન વિશે અને એમના ગ્રંથ ‘નાટ્યશાસ્ત્ર’ વિશે માહિતી આપી.
આ ક્ષણે પાટીલ મેડમે પણ પોતાના આશીર્વાદ આપ્યા તો સંગીત શિક્ષક સંજય ગોઢણીયા અને જવાહર નવોદય વિદ્યાલય કોડીનારના વિદ્યાર્થીઓ સરસ મજાના નૃત્ય સંગીત અને પોતાની કલા દ્વારા પોતાની કલા પ્રસ્તુત કરી અને આચાર્ય ભરતમુનને અંજલી આપી. શિક્ષક જીગ્નેશભાઈ ગોંડલીયા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. સંસ્કાર ભારતી ગીર સોમનાથ તરફથી સુરુભાઈ જાડેજા અને હેતલબેન ચાંદેગરા તેમજ દરેક કાર્યકરોએ કામગીરી બિરદાવી હતી.

