Junagadh તા.23
રાજય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત માણાવદર તાલુકાની શાળાઓમાં મતદાર જાગૃતિ લાવવા હેતુસર “ચુનાવ પાઠશાળા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મતદાનનું મહત્વ, મતદાર તરીકેની ફરજ અને અધિકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા સરળ ભાષામાં ચૂંટણી પ્રકિયા, E.V.M. વિશે સમાજ આપવામાં આવી હતી મતદાન જાગૃતિ લાવવા માટે મોક ચૂંટણી (MOCK POLL) નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ચુનાવ પાઠશાળાની પ્રકિયામાં ભાગ લીધો અને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયાનો અનુભવ કર્યો, ગ્રામજનોએ સમગ્ર મોક ચુંટણી પ્રક્રિયા નિહાળી તેમજ માર્ગદર્શન મેળવ્યું.
આમ, ચુનાવ પાઠશાળા કાર્યક્રમ દ્વારા ગ્રામજનોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધારવામાં ઉપયોગી બન્યો હતો. આમ, માણાવદર તાલુકાની શાળાઓમાં યોજાયેલ ચુનાવ પાઠશાળા કાર્યક્રમ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.

