Veraval તા.10
વેરાવળ તાલુકાના ડાભોર ગામે ગત રાત્રે બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જૂના મનદુ:ખ અને અણબનાવને કારણે શરૂઆતમાં થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હિંસક રૂપ ધારણ કરી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ડાભોર ગામમાં રહેતા બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ ફરી ભડક્યા હતા. ગત રાત્રે સામાન્ય બોલાચાલી દરમિયાન વાત એટલી વકરી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ. ઘટનામાં પથ્થરો અને છુટા હાથે મારામારી સર્જાઈ છે.
આ અથડામણમાં મહિલા સહીત પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોમાં 52 વર્ષીય વાલીબેન વાજા, રવિ ભીમા વાજા, ભુપત ઘાના ચારિયા, જગદીશ ડાયા ખુટડ અને ભરત ભાણા ચારિયાનો સમાવેશ થાય છે.
તમામ ને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવેલ અને પરિસ્થિતિ કાબૂમાં લેવા નો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને પક્ષોના લોકોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

