Ahmedabadતા.૧૪
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પિક્ચર ક્લિયર થઈ ગયું છે. મતદાર યાદીમાં નામ નહીં કે સોગંદનામુ ન હોય કે અન્ય કારણોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતભરમાંથી ૧૦ હજારથી વધુ ફોર્મ અમાન્ય કરાયા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગઢમાં જ કોંગ્રેસ ધોવાયું છે. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એવો સપાટો બોલાવ્યો કે, તે અમિત ચાવડા અને ભરત સોલંકીના ગઢમાં જ ગાબડું પાડવામાં સફળ રહ્યું.
પ્રદેશ કોંગ્રેસ સ્ટેટ્રેજી કમિટીના ચેરમેન ભરત સોલંકીના જિલ્લામાં ભાજપે ગાબડું પાડ્યું છે. આણંદ જિલ્લામાં ભરત સોલંકીની સ્ટેટ્રેજીનું ભાજપે ફીંડલુ વાળી દીધું. તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જિલ્લામાં પણ ભાજપે સપાટો બોલાવી દીધો. તાલુકા, જિલ્લા પંચાયત, મનપા અને પાલિકાની ૨૫ બેઠકો પર ભાજપ બિનહરીફ વન-વે વિજેતા બની ગયું.
કોંગ્રેસની કઈ કઈ બેઠકો પર ભાજપે કાતર ફેરવી તેમાં સોજીત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક બિન હરીફ,,તારાપુર તાલુકા પંચાયતની વરસડા બેઠક બિનહરીફ ,પેટલાદ નગર પાલિકા વોર્ડ નં ૩ ની ચાર બેઠકો બિન હરીફ ,પેટલાદ નગર પાલિકા વોર્ડ નં ૬ ની ત્રણ બેઠકો બિનહરીફ ,સોજીત્રા નગર પાલિકા વોર્ડ નં.૪ ની એક બેઠક બિન હરીફ ,ખંભાત નગર પાલિકા વોર્ડ નં ૧ ની એક બેઠક બિનહરીફ ,જિલ્લા પંચાયતની ચિખોદરા બેઠક બિન હરીફ ,આણંદ તા. પંચાયતની ચિખોદરા ૧, ચિખોદરા ૨ અને નાપાડ વાંટા ૧ બેઠક બિનહરીફ ,જિલ્લા પંચાયતની પાળજ બેઠક બિનહરીફ ,પેટલાદ તા. પંચાયતની બોરિયા, રંગાઈપૂરા, જોગણ બેઠક બિનહરીફ ,જિલ્લા પંચાયતની વણસોલ બેઠક બિનહરિફ ,કરમસદ આણંદ મહાનગર પાલીકા વોર્ડ નં ૮ ની ત્રણ બેઠકો બિનહરીફ ,કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નં ૯ માં બે બેઠકો બિનહરીફ
આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપે જીતનું ખાતુ ખોલાવી અનેક બેઠકો પર બિનહરીફ વિજય પ્રાપ્ત કરી લધો છે. એક પછી એક જીત સાથે ભાજપે રાજકીય લીડ મજબૂત બનાવી છે. ચિખોદરા બેઠક પર બિનહરીફ ચુંટાયેલા ઉમેદવારને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ અને પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
ઉમરેઠ તાલુકાની વણસોલ બેઠક પર ભાજપના ઉમેદવાર રીનાબેન ભુપેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ વિજેતા બન્યા બાદ હવે ચિખોદરા જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપે બિનહરીફ જીત નોંધાવી છે. ચિખોદરા બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર નિતાબેન પરમારએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર સપનાબેન યોગેશભાઈ પરમાર બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. આમ ચુંટણીમાં મતદાન પહેલાજ ભાજપે જિલ્લા પંચાયતમાં બે બેઠકો પર બિનહરીફ જીત મેળવી મેદાન માર્યું છે. આ રીતે આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે શરૂઆતથી જ મજબૂત સ્થિતિ બનાવી છે. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર બેકફુટ પર જોવા મળી રહી છે
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ ગઈ છે. જેના બાદ ગઈકાલે ફોર્મ ચકાસણી કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત આંકડા અનુસાર, રાજ્યભરમાંથી કુલ ૩૯૩૪૬ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૯૦૦૦ થી વધુ ફોર્મ અલગ અલગ કારણોસર અમાન્ય કે રદ કરાયા છે. આ ઉપરાંત અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેને કારણે બેઠકો બિનહરીફ થઈ રહી છે. ૧૫ એપ્રિલ એ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ દિવસે પિક્ચર વધુ ક્લિયર થશે. હજી ઉમેદવારોમાં ઘટ આવશે તેવી શક્યતા દેખાઈ રહી છે.

