Amritsar,તા.27
આગામી માસમાં દેશભરમાં 15 ઓગષ્ટ સહિતના તહેવારોની મોસમ શરુ થઈ રહી છે અને રાજકીય વાતાવરણ પણ ગરમ છે. આ સમયે પંજાબમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાના એક કાવતરાને નિષ્ફળ બનાવતા પોલીસે 1.3 કીલો અત્યંત સંવેદનશીલ વિસ્ફોટક તથા એઆઈડી કબ્જે કર્યા હતા અને તેમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પંજાબ પોલીસની ઈન્ટેલીજન્સ વીંગે જાલંધર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સક્રીય હોવાનું જાણ્યા પછી અહી જબરુ ઓપરેશન કર્યુ હતું.
એક વ્યક્તિના કબ્જામાંથી અનેક વિસ્ફોટ કરી શકાય તેટલા 1.3 કીલો અત્યંત શક્તિશાળી વિસ્ફોટકો તથા વિસ્ફોટ ટ્રીગર કરવા માટે જે એકસપ્લોઝીવ ડીવાઈઝનો ઉપયોગ કરાય છે તે અને સતબીરસિંહની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ પંજાબમાં અલગ અલગ જગ્યાએ વાહનો પર વિસ્ફોટકો ગોઠવીને શ્રેણીબદ્ધ ધડાકા કરવાનો પ્લાન હતો અને તેમાં વિસ્ફોટક પાકિસ્તાનથી આવ્યા હોય તેવું મનાય છે. જેમાં હવે ષડયંત્રના એંગલથી તપાસ ચાલુ થઈ છે.

