Rajpipla,તા.૨૬
નર્મદાના રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહએ સખત વિરોધ નોંધાવ્યો છે. જેમાં સમિતિની નવી નિમણૂકમાં રાજકીય પાર્ટીના લોકોનો સમાવેશ થતા યુવરાજ માનવેન્દ્રસિંહ નારાજ થયા છે.
સમિતિની રચના મામલે માનવેન્દ્રસિંહએ કહ્યું કે, રાજવી પરિવાર દ્વારા માતાજીને રાજપીપળા લાવવામાં આવ્યા હતા.
રાજવી પરિવારમાંથી માત્ર મારું જ નામ રાખવામાં આવ્યું છે. જો કે, અમે બીજાના પણ નામ આપ્યા હતા.’
રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક રાજપરિવાર સાથે પરામર્શ કર્યા વિના કરવામાં આવી હોવાને લઈને યુવરાજ માનવેન્દ્રસિંહએ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં માનવેન્દ્રસિંહએ જણાવ્યું કે, મંદિરમાં ધર્મની વાતમાં રાજકીય લોકો ના આવવા જોઈએ. આ નિમણૂકમાં રાજવી પરિવારના વંશજ ના હોય તો અમને અન્યાય થયો છે તેમ કહેવાય. ૨૫ વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ પણ કરવામાં આવ્યું નથી.’

