Surendranagar તા.19
“ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લામાં એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે એકતરફી વિજય મેળવીને તમામ પંચાયતો પર ભગવો લહેરાવ્યો હતો.
હવે બહુમતીના આધારે આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટેનું સત્તાવાર કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માટે આગામી તા.25 મેના રોજ અને જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં તા.23 મેના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી, OBC મહિલા શાસન નક્કી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સમેટાઈ ગઈ છે.
સરકારના જાહેરનામા મુજબ આ વખતે પ્રમુખ પદ જઊઇઈ બક્ષીપંચ મહિલા માટે અનામત હોવાથી, ભાજપના શાસક પક્ષમાંથી કઈ બક્ષીપંચ મહિલા નેતાના શિરે તાજ પહેરાવવામાં આવશે તેને લઈને આંતરિક લોબિંગ ચરમસીમાએ પહોંચ્યું છે.
મહિલાઓ માટે અનામત વિગત
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત SEBC / બક્ષીપંચ મહિલા, વઢવાણ તાલુકા પંચાયત SEBC / બક્ષીપંચ મહિલા, સાયલા તાલુકા પંચાયત જઈ / અનુસૂચિત જાતિ મહિલા, ચુડા તાલુકા પંચાયત સામાન્ય General મહિલા, દસાડા તાલુકા પંચાયત સામાન્ય General મહિલા લખતર તાલુકાપંચાયત સામાન્ય General મહિલા
જ્ઞાતિ વાઇઝ આંકડાકીય વિગત
કુલ તાલુકા પંચાયતઃ 10 , મહિલા પ્રમુખ બેઠકોઃ 5 (સાયલા, વઢવાણ, ચુડા, દસાડા, લખતર), બક્ષીપંચ SEBC બેઠકોઃ 3 (વઢવાણ, ચોટીલા, થાન), અનુસૂચિત જાતિ જઈ બેઠકઃ 1 (સાયલા), સામાન્ય જનરલ બેઠકોઃ 3 (ધ્રાંગધ્રા, લીંબડી, મૂળી)

