Pavagadhતા.૧૦
ભક્તોની સુવિધા અને ભીડના યોગ્ય વ્યવસ્થાપન હેતુ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૭ માર્ચથી ૨ એપ્રિલ સુધીના સમયગાળા માટે દર્શનનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં મંદિર સવારે ૬ઃ૦૦ કલાકે મંગળા આરતી બાદ ખુલશે અને રાત્રે ૮ઃ૦૦ કલાકે મંગલ થશે, એટલે કે ભક્તો સતત ૧૪ કલાક દર્શન કરી શકશે. જ્યારે એકમ, ચોથ, આઠમ, અગિયારસ અને પૂનમ જેવી વિશેષ તિથિઓ પર ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહેલી સવારે ૫ઃ૦૦ કલાકે ખોલી દેવામાં આવશે અને રાત્રે ૮ઃ૦૦ વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોય છે. વહેલી સવારે ૫વાગ્યાથી મંદિર ખુલવાને કારણે પદયાત્રીઓને ડુંગર ચઢવામાં ગરમીનો સામનો ઓછો કરવો પડશે. આ ઉપરાંત ભીડનું વિભાજન યોગ્ય રીતે થવાથી ભક્તોને લાંબી કતારોમાં ઉભા રહેવામાં રાહત મળશે.
પાવાગઢ શક્તિપીઠ ખાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પણ હજારો પદયાત્રીઓ અને સંઘો ધજા ચઢાવવા માટે આવે છે. આ આંતરરાજ્ય ભક્તોની સુરક્ષા માટે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભક્તોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસર, પગથિયાં માર્ગ અને રોપ-વે જેવી મહત્વની જગ્યાઓ પર ઝ્રઝ્ર્ફ કેમેરા દ્વારા સતત વોચ રાખવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓની સુખાકારી માટે ડુંગર પર ઠેર-ઠેર પીવાના શુદ્ધ પાણીની પરબ અને મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવશે, તેમજ ભીડના અસરકારક નિયંત્રણ અને ભક્તોની સુરક્ષિત અવરજવર માટે ખાસ બેરિકેડ્સ પણ લગાવવામાં આવશે

