New Delhi તા.20
હવે અદાલતોમાં વારંવાર તારીખ લેવાની આદત પર લગામ લાગી શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવાના નિયમોને કડક કરીને સ્પષ્ટ કર્યું છે કે હવે ‘તારીખ પે તારીખ’નો દોર ખતમ થઈ જશે અને માત્ર ખૂબ જ જરૂરી પરીસ્થિતિમાં જ સુનાવણી ટાળી શકાશે.
કોર્ટ તરફથી 18 માર્ચે જાહેર સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે અગાઉ 29 નવેમ્બર 2025 અને 2 ડિસેમ્બર 2025ના નિર્દેશોની જગ્યાએ હવે નવો નિયમ લાગુ થશે. જે અંતર્ગત અલગ-અલગ પ્રકારના મામલા માટે અલગ નિયમો નકકી કર્યા હતા.
રેગ્યુલર કેસોમાં નહી ચાલે કોઈ બહાનુ: સૌથી સખ્ત નિર્ણય ‘રેગ્યુલર કેસો’ પર છે, આવા કેસોમાં હવે કોઈપણ પ્રકારનું એડજર્નમેન્ટ (સુનાવણી ટાળવી) નહીં આપવામાં આવે, એટલે કે કેસ લિસ્ટેડ છે તો તેમાં કોઈ બહાના વિના સુનાવણી થશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ‘ફ્રેશ’ અને ‘આફટર-નોટિસ’ના કેસોમાં પણ છુટ સીમીત કરી દીધી છે. જો કોઈ પક્ષે સુનાવણી ટાળવી છે તો તેણે અગાઉથી બીજી પાર્ટીને તેની જાણકારી આપવી પડશે અને તેના પુરાવા પણ આપવા પડશે. આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ પહેલા સવારે 11 વાગ્યા સુધીમાં પુરી કરવી પડશે.
એડજર્નમેન્ટ માંગનારે આપવું પડશે મજબૂત કારણ: કોર્ટે એ પણ ફરજીયાત કર્યું છે કે એડજર્નમેન્ટ માંગનારે મજબુત કારણ બતાવવું પડશે અને એ પણ બતાવવું પડશે કે પહેલા કેટલીવાર તારીખ લેવામાં આવી છે.
કારણ વિના હવે સુનાવણી ટાળવી સંભવ નહીં બને. કયારે મળી શકે આગામી સુનાવણીની તારીખ: સકર્યુલર મુજબ માત્ર અસાધારણ પરીસ્થિતિમાં જ તારીખ મળશે, જેમકે પરિવારમાં કોઈનું મૃત્યુ ગંભીર બીમારી કે કોઈ મજબૂત અને વાસ્તવિક કારણ કે જે કોર્ટને સંતોષકારક લાગે. કુલ મળીને સુપ્રીમકોર્ટનું આ પગલું ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં મોટા ફેરફાર માનવામાં આવે છે, જેથી પેન્ડીંગ કેસો ઘટાડવામાં મદદ મળી શકે છે.

