Mithapur, તા.૧૦
દેવભૂમી દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકામાં રબારીગેટ ચાર રસ્તા પાસે સ્પીડબ્રેકર મુકવા માંગ ઉઠી છે. આ ચાર રસ્તે રહેતી હોવા છતા સ્પીડબ્રેકરના મામલે ઉદાસીન છે. આ સ્થળે એક માર્ગ મીઠાપુર તરફ બીજો સરકારી દવાખાના દ્વારકા તરફ, ત્રીજો માર્ગ દ્વારકા ત્રણબતી ચોક તરફ અને ચોથો માર્ગ રેલ્વે સ્ટેશન તરફ જતો હોય આખો દિવસ ટ્રાફીક રહે છે. અહીંથી મોટા વાહનો પણ રબારીગેટ અંદરથી પસાર થાય છે ઉપરાંત યાત્રીકો અને સ્થાનીકોની પણ વિશેષ અવરજવર રહે છે પરંતુ અહીં એક પણ સ્પીડબ્રેકર ન હોવાથી વાહનો બેફામ ગતિએ ચાલતા જોઈ શકાય છે. આ સ્થળ પર ચારે ચાર માર્ગ પર સ્પીડબ્રેકર અતિ જરૂરી છે. દ્વારકામાં સામાન્ય માણસ આ વાત સમજે છે ત્યારે દ્વારકામાં તો ઘણા રાજકારણી છે તેઓ પણ કેમ આ મામલે આગળ આવતા નથી?

