New Delhi,તા.13
હોકીના ઇતિહાસમાં પહેલીવાર બનશે કે એક જ સમયે બંને વર્ગ, પુરુષ અને મહિલા ટીમનો વર્લ્ડ કપ એકસાથે બે દેશોની સંયુક્ત યજમાનીમાં રમાશે. ભારતીય ટીમને મુશ્કેલ ગ્રુપ મળ્યું છે, છતાં ટીમનું મનોબળ મજબૂત છે કારણ કે તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડમાં નેશન્સ કપ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ ટીમ ગયા એશિયા કપમાં બીજા સ્થાને રહી હતી.
જોકે વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમ એકવાર જ 1974માં ચોથા સ્થાને રહી હતી. તે સિવાય સાત વખત ટીમ સાતમા સ્થાનથી ઉપર પહોંચી શકી નથી. ભારતીય કેપ્ટન સલીમા ટેટેનું માનવું છે કે નેશન્સ કપ જીતથી મળેલું મનોબળ ટીમને વર્લ્ડ કપ જેવા સૌથી મોટા મંચ પર પણ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ટીમનું લક્ષ્ય ગોલ્ડ મેડલ જીતવાનું છે.
ભારતીય મહિલા ટીમ
♦ ગોલકીપર : સવિતા, બિચુ દેવી ખારીબામ.
♦ ડિફેન્ડર : ઈશિકા ચૌધરી, સુશીલા ચાનુ પુખરમ્બમ, લાલરેમસિયામી, જ્યોતિ, શિલ્પી ડાભી.
♦ મિડફીલ્ડર : નવજોત કૌર, સાક્ષી રાણા, સુનેલિતા ટોપ્પો, સલીમા ટેટે (કેપ્ટન), નેહા, દીપિકા સોરેંગ.
♦ ફોરવર્ડ : લાલરેમસિયામી, રુતુજા દાદાસો પિશાલ, નવનીત કૌર, દીપિકા, ઈશિકા, બલજીત કૌર, બ્યુટી ડુંગડુંગ.
16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે
ગ્રુપ A : નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ચિલી અને જાપાન
ગ્રુપ B : આર્જેન્ટિના, જર્મની, અમેરિકા અને સ્કોટલેન્ડ
ગ્રુપ C : બેલ્જિયમ, સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ
ગ્રુપ D : ચીન, ઇંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકા

