Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો
    • JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો
    • NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી
    • CBSE : પુનઃ મૂલ્યાંકન માટે વેબસાઇટમાં લોગ-ઇન થતું નથી
    • Royal Challengers Bangalore વિજય પરેડ નહી યોજે
    • દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન
    • ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !
    • નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘યુનિવર્સનો સૌથી પાવરફુલ મેન’, 5 જૂને દુનિયાભરમાં રિલીઝ
    મનોરંજન

    ‘યુનિવર્સનો સૌથી પાવરફુલ મેન’, 5 જૂને દુનિયાભરમાં રિલીઝ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.01

    બાળપણની એ યાદો, ’બાય ધ પાવર ઓફ ગ્રેસ્કલ’ બૂમો પાડતાં તલવાર ઉઠાવીને હી-મેનમાં બદલાતો પ્રિન્સ એડમ. જેને જોઈને આપણને થતું હતું કે કાશ એવી શક્તિઓ અને તલવાર આપણી પાસે પણ હોત અને આપણે પણ તેની જેમ શક્તિશાળી બની જઈએ.

    1980ના દાયકાનાં બાળકોની હી-મેન અને તેનાથી જોડાયેલી ઘણી યાદો હશે. પરંતુ હવે એ જ હી-મેન 40 વર્ષ પછી મોટા પડદા પર લાઈવ-એક્શન અવતારમાં આવી રહ્યો છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને મેટેલ ફિલ્મ્સની ’માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સ’ 5 જૂન 2026ના રોજ ભારત સહિત વિશ્વભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ચાલો જાણીએ કોણ છે આ હી-મેન, ભારતમાં ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ અને કેટલું છે બજેટ, શું ખાસ લાવશે.

    ◘ હી-મેનની વાર્તા : ટોયથી ગ્લોબલ આઇકન સુધી 
    હી-મેનની વાત કરીએ તો આપણે 1970ના દાયકાનાં અંતિમ વર્ષોમાં જવું પડશે. જ્યારે મૈટેલ કંપનીએ કોનન ધ બાર્બેરિયન જેવી લાઇન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ડિઝાઇનર માર્ક ટેલર અને રોજર સ્વીટે એક મસ્ક્યુલર, જંગલી યોદ્ધાનો કોન્સેપ્ટ બનાવ્યો. આ રીતે 1981માં માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સ ટોય લાઇન લોન્ચ કરવામાં આવી હતી. હી-મેનનું અસલી નામ પ્રિન્સ એડમ છે.

    અને તે એટર્નિયા નામનાં પ્લેનેટનો રાજકુમાર છે, જે જાદુગરની મદદથી તલવાર ઉઠાવીને સૌથી શક્તિશાળી યોદ્ધા બની જાય છે. 1983માં ફિલ્મેશનની એનિમેટેડ સિરીઝ ’હી-મેન એન્ડ ધ માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સ’માં ટીવી પર ધમાલ મચાવી દીધી. 130થી વધુ એપિસોડ, નૈતિક સંદેશ અને સ્કેલેટર જેવા ખતરનાક વિલન સાથે બધાએ કનેક્શન સ્થાપિત કરી લીધાં.

    હી-મેન માત્ર ટોય નહીં, પરંતુ 1980તના પોપ કલ્ચરનું પ્રતીક બની ગયો. 1987માં પહેલી લાઈવ-એક્શન ફિલ્મ આવી, પરંતુ તે બોક્સ ઓફિસ પર સરેરાશ રહી. હવે 2026 વાળું વર્ઝન નવી આશા લઈને આવ્યું છે.

    ◘ હી-મેન એન્ડ ધ માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સનું ટ્રેલર 
    પૃથ્વી પર ઉછરેલાં યુવાન એડમને ખબર પડે છે કે તે એટર્નિયાનો પ્રિન્સ છે. તેણે તેની મેજિક પાવર સોર્ડ (જાદુઈ તલવાર) શોધવી પડશે અને સ્કેલેટરની અનિષ્ટતાથી પોતાના ઘરને બચાવવું પડશે. ટ્રેલરમાં પ્રેક્ટિકલ સેટ્સ, કલરફુલ કોસ્ટ્યૂમ્સ, એપિક બેટલ અને નોસ્ટાલ્જિક વાઇબ દેખાઈ રહી છે.

    – ટ્રેવિસ નાઇટ, ફિલ્મનાં ડાયરેક્ટર

    ◘ ફિલ્મનાં ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ 
    ફિલ્મનું નિર્દેશન ટ્રેવિસ નાઇટે કર્યું છે. ફિલ્મમાં હી-મેનના રોલમાં નિકોલસ ગેલિત્ઝીન છે જ્યારે જેરેડ લેટો વિલન સ્કેલેટરનું પાત્ર ભજવી રહ્યાં છે. તેમની સાથે કેમિલા મેન્ડેસ, ઇદ્રિસ એલ્બા, એલિસન બ્રાય અને મોરેના બેકારિન પણ છે.

    યાહૂ ડોટ કોમ અનુસાર, ફિલ્મનાં ડાયરેક્ટર ટ્રેવિસ નાઇટે કહ્યું, ’હી-મેનને અસલી જીંદગીમાં હરતો-ફરતો જોઈને મને લાગ્યું જાણે હું ફરીથી બાળક બની ગયો છું. હું આ નાની-નાની પ્લાસ્ટિક એક્શન ફિગર્સ સાથે રમતો હતો, અને હવે આ વિશાળ, અસલી માણસોને શાનદાર કોસ્ટ્યૂમ્સમાં જોવા મારા માટે ખૂબ જ ભાવુક કરનારી ક્ષણ હતી.’

    ફિલ્મનું બજેટ :- વિકિપીડિયા અનુસાર, હી-મેન એન્ડ ધ માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સ પાછળ 170-200 મિલિયન ડોલર આશરે 1700-1900 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ 2026ની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.

    આટલું મોટું બજેટ એટલા માટે છે કારણ કે મૈટેલ આ ફ્રેન્ચાઇઝીને ગ્લોબલ લેવલ પર રિવાઇવ કરવા માંગે છે, નવી જનરેશનને આકર્ષવાની સાથે 80ત નોસ્ટાલ્જીયા પણ આની સાથે જોડાયેલો છે. ફિલ્મની લંબાઈ 141 મિનિટ એટલે કે 2 કલાક 21 મિનિટ છે.

    શું તમે તૈયાર છો? :- 80તના દાયકાના નોસ્ટાલ્જીયાને જગાડનારી હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ હી-મેન એન્ડ ધ માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સ ભારતમાં 5 જૂન 2026ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.

    આ ફિલ્મને આઈમેક્સ અને 4ઊં સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. બાળકોથી લઈને 80-90ના દાયકાના ફેન્સ માટે આ ફિલ્મ સ્પેશિયલ બનવાની છે. હવે જોવાનું એ રહેશે કે હી-મેન આ વખતે શું જાદુ ચલાવી શકે છે.

    Powerful Man in the Universe worldwide on June 5
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    મનોરંજન

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026
    મનોરંજન

    નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ

    June 1, 2026
    મનોરંજન

    `તું હજી રાજા નથી બની ગયો!’ : Salim Khan

    June 1, 2026
    મનોરંજન

    Mirzapur ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ થશે રિલીઝ

    June 1, 2026
    મનોરંજન

    Ranveer Singh મૈસુરના ચામુંડેશ્વરી માતાના મંદિરમાં પૂજા – અર્ચના કરી માફી માગી

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026

    CBSE : પુનઃ મૂલ્યાંકન માટે વેબસાઇટમાં લોગ-ઇન થતું નથી

    June 1, 2026

    Royal Challengers Bangalore વિજય પરેડ નહી યોજે

    June 1, 2026

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pahalgaon Attack નું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું : નવો ધડાકો

    June 1, 2026

    JEE એડવાન્સનુ પરિણામ જાહેર : દિલ્હીનો શુભમકુમાર ટોપર બન્યો

    June 1, 2026

    NEETની ફેર પરીક્ષા 21 જુને : ઓનલાઇન લેવાની માંગણી સુપ્રિમે ફગાવી

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.