Chennai.તા,04
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને શુક્રવારે અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામેની IPL મેચ જીતવા માટે દરેક ફોર્મમાં સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે. રાજસ્થાન રોયલ્સ સામેની તેમની પહેલી મેચમાં CSK ની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમ હવે તે હારને પાછળ છોડીને તેમના અભિયાનની નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં સીએસકે સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની ડગઆઉટમાં હોવાની શક્યતા છે, જેનાથી કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ માટે નોંધપાત્ર ફાયદો હશે. સીએસકે ને પોતાની પહેલી મેચમાં હાર મળ્યાં બાદ, સંજુ સેમસન બીજી મેચમાં સુધારો કરવા માટે ઉત્સુક રહેશે.
બીજી તરફ, પંજાબ કિંગ્સને કૂપર કોનોલીના રૂપમાં ત્રીજા નંબરનો વિશ્વસનીય બેટ્સમેન મળ્યો છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલની આગેવાની હેઠળ ટીમની બોલિંગ પણ મજબૂત દેખાય છે.
એમએસ ધોનીના પ્રેકિ્ટસ સેશનનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ચાહકોમાં આશા જાગી છે. આ વીડિયોએ ઉત્સાહ ફેલાવ્યો છે, ઘણા ચાહકો માને છે કે ઈજા હોવા છતાં, થાલા IPL 2026 માં અપેક્ષા કરતા વહેલા પરત ફરી શકે છે.
3 એપ્રિલે પંજાબ કિંગ્સ સામેની મેચની તૈયારીઓ વચ્ચે, સીએસકેના અધિકારીઓએ ચેપોક ખાતે નેટ પ્રેકિ્ટસ સત્ર દરમિયાન એમએસ ધોની સીએસકે કેમ્પમાં પાછા ફરતો એક વીડિયો શેર કર્યો છે. વાયરલ ક્લિપથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. જેના કારણે ફેન્સ માં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

