Ahmedabad, તા.9
અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાયેલી ICC Men’s T20 World Cupની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. ભારતે પ્રથમ બેટિંગ કરીને 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય બોલર જસપ્રીત બૂમરાહએ માત્ર 15 રન આપી 4 વિકેટ લઈને મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી.
આ ઐતિહાસિક જીત બાદ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પર મુકેલ પોસ્ટ વાયરલ થઈ છે. ધોનીએ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપતા હેડ કોચ ગૌતમ ગંભીર વિશે રમૂજી અંદાજમાં લખ્યું કે, કોચ સાહેબ, તમારા ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગે છે.
આ સાથે ચેમ્પિયન બોલર બુમરાહના પણ મુક્ત મને વખાણ કર્યા હતા. તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘બુમરાહ વિશે કંઈ ના લખું તો જ સારું છે… ચેમ્પિયન બોલરા’ ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ દરમિયાન ધોની પોતે VVIP બોક્સમાં રોહિત શર્મા સાથે બેસીને ટીમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો.

