Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    • જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશમાં નશાનો કારોબાર ચિંતાજનક: હીરોઇન, અફીણ-ગાંજો વગેરે મોટા પ્રમાણમાં પકડાઇ છે
    રાષ્ટ્રીય

    દેશમાં નશાનો કારોબાર ચિંતાજનક: હીરોઇન, અફીણ-ગાંજો વગેરે મોટા પ્રમાણમાં પકડાઇ છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026Updated:April 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.28
    દેશમાં નશાનો કારોબાર ચિંતાજનક છે હીરોઇન, અફીણ-ગાંજો વગેરે મોટા પ્રમાણમાં પકડાઇ છે. દરિયાઇ માર્ગની સાથોસાથ વિમાન માર્ગે પણ દાણચોરી થતી હોય તેમ ડ્રગ્સ પકડવાના અનેક કિસ્સા બન્યા છે.

    છેલ્લા વર્ષોમાં ગુજરાતમાંથી હજારો કરોડના કેફી પદાર્થો પકડાયા છે. જ્યારે કેન્દ્ર સરકારે હવે ડ્રગ્સ દાણચોરી તથા તેની સિન્ડીકેટને ખત્મ કરવા માટે `ઓપરેશન વાઇપ’ તૈયાર કર્યું છે. `નક્સલ્યુક્ત ભારત’ના ધોરણે જ તે હાથ ધરાશે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, નશાયુક્ત ભારત અભિયાનના ભાગરૂપે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની સાથોસાથ દેશની કેન્દ્રીય તથા રાજ્યોની એજન્સીઓ સંક્લન સાધીને વિદેશમાંથી ઘુસાડાતા ડ્રગ્સ પર ખાસ દેખરેખ રાખશે. ઉપરાંત ડ્રગ સિન્ડીકેટને નિશાન પર લેશે એટલું જ નહીં દેશમાં લોકલ લેવલે ડીલીવરી કરતા કેરીયર-એજન્ટો પર પણ લગામ કસવામાં આવશે.

    સૂત્રોએ કહ્યું કે, એજન્સીઓ દ્વારા ડાર્કનેટ, ક્રિપ્ટો કરન્સીની સાથોસાથ એનક્રિપ્ટેડ, ડીજીટલ પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવી રહી છે. કેફી દ્રવ્યોની દાણચોરી સિન્ડીકેટ પર નજર રાખવા રાજ્યોને પણ આદેશ આપવામાં આવ્યા છે.

    નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ મારફત થતી ડ્રગ્ઝની તસ્કરી રોકવા માટે ઓપરેશન વાઇપ શરૂ કર્યું છે તેના ભાગરૂપે સરફેશ વેબ પર વોચ રાખવામાં આવી રહી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તાજેતરની એક પોસ્ટમાં કહ્યું હતું કે ડ્રગ્ઝ દાણચોરીનો દરેક માર્ગ બંધ કરી દેવા માટે સરકાર તમામ તાકાત કામે લગાડશે. સૂત્રોએ એમ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને ટોપ-10 ડ્રગ્સ સિન્ડીકેટનું લીસ્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે અને તેના પર ફોક્સ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

    આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટના સ્થાનિક સંપર્કો પર વોચ રાખવા, સાઇબર સર્વેલન્સ તથા ડેટા એનાલીસીસ, કોલ ડીટેઇલ તથા નાણાંકીય વ્યવહારો પર વોચ રાખવા ઉપરાંત બાતમીદારોનું નેટવર્ક ઉભું કરવાની સાથોસાથ અંડરકવર ઓપરેશન હાથ ધરવા કહેવામાં આવ્યું છે.

    કેન્દ્રીય એજન્સીઓના રીપોર્ટ પ્રમાણે ભારતમાં ડ્રગ્સ દાણચોરીના મુખ્ય ત્રણ રૂટ છે જેનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ માફીયાઓ લોકલ સિન્ડીકેટને માલ મોકલાવે છે. સૌથી મોટા ડેથ ક્રિસેંટ નેટવર્ક અંતર્ગત અફઘાનિસ્તાન-પાકિસ્તાનથી ભારતમાં હેરોઇન ઘુસાડાય છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને કાશ્મીરમાં દરિયા ઉપરાંત ડ્રોન-ડ્રોપથી દાણચોરી થાય છે.

    આ સિવાય ડેથ ડ્રાપએંગલ રૂટમાં મ્યાંમાર, લાઓસ તથા થાઇલેન્ડ મારફત સિન્થેટીક ડ્રગ્સ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જંગલ માર્ગે ઘુસાડાય છે. આ ઉપરાંત મેક્સીકો-ચીન નેટવર્કમાં ભારત ટ્રાન્ઝીટ સ્પોટ છે.

    હિન્દ મહાસાગર મારફત સિન્થેટીક કેમીક્લ ભારતમાં ઘુસાડાય છે. આ તમામ માર્ગો પર હવે ખાસ ઓપરેશન હાથ ધરાશે. આફ્રિકી સિન્ડીકેટ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર જેવા મોટા શહેરોના હાઇપ્રોફાઇલ લોકોને નિશાન બનાવે છે તેના પર પણ તવાઇ બોલાવાશે.

    નાર્કોટીક્સ બ્યુરોએ 2025માં 1980 કરોડના નશીલા દ્રવ્યો જપ્ત કર્યા હતા
    વર્ષ 2025માં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 1980 કરોડની કિંમતના 1.33 લાખ કિલો કેફી દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 3889 કરોડની કિંમતનું 77000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

    Drug trade heroin marijuana opium
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    રાષ્ટ્રીય

    ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનનું Resignation, પીએમ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

    June 23, 2026
    રાષ્ટ્રીય

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    POK: Pakistani Army વિરુદ્ધ શાળાના બાળકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, સ્વતંત્રતાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.