Surendranagar તા.9
સુરેન્દ્રનગર ની દુધરેજ નર્મદાની કેનાલ ઉપર આવેલ અને ખામીસણા ગામને જોડતો પુલ જર્જરીત બની ગયો છે આ પુલ ઉપરથી રોજના 2 હજાર થી વધુ વાહનો પસાર થાય છે ત્યારે આ પુલ ઉપર ગાબડાઓ પડી ગયા છે અને સળિયા પણ દેખાવા લાગ્યા છે અને જ્યારે મોટા વાહનો પસાર થાય ત્યારે આ પુલ વાઇબે્રશન કરતા હોવાનું પણ સામે આવ્યું છે આજુબાજુના 10થી વધુ ગામોના લોકો આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે..
નર્મદાની કેનાલ ઉપરનો આ મુખ્ય પુલ છે ત્યારે તે જ જર્જરીત બની ગયો હોવાના કારણે જીવના જોખમે વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે ત્યારે તાત્કાલિક રીનોવેશન કામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે,.નહિતર મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હાલના તબક્કામાં પુલના સળિયા પણ દેખાવા લાગ્યા છે અને બંને બાજુની પાળીયો પણ તૂટી ગયેલ હાલતમાં છે.
ત્યારે સુરેન્દ્રનગર આર એમ બી વિભાગ નર્મદા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે વિચારણા કરી અને પુલ તૂટી પડે તે પહેલા તેનું રિલેશન કામ જરૂરી બન્યું છે બંને બાજુએ જોઈન્ટ માંથી પણ પુલ છૂટો પડી ગયો છે.ત્યારે નીચેથી નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે અને આ નર્મદાની કેનાલ 12 મહિના પાણીથી ભરેલી હોય છે ત્યારે તાત્કાલિક રીનોવેશન નું કામ હાથ ધરવામાં આવે તેવી આજુબાજુના ગામડાના લોકોએ પણ માંગ કરી છે.

