(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯ઃ
Jamnagar શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઇન્દિરા સોસાયટીમાં એક બુઝુર્ગૅ બીમારી થી કંટાળી જઈ આપઘાત કરીલીધા નું સામે આવ્યું છે. આ અંગે મૃતકના સંબંધી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જામ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ નવાગામ ઘેડ, શેરી નં. ૭/બી ખાતે રહેતા વિનુભાઈ વશરામભાઈ ટંકારિયા (ઉંમર આશરે ૬૩ વર્ષ) પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ એકલા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે રવિભાઈ મનશુખભાઈ ટંકારિયાએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકે ગળા ફાંસા દ્વારા આપઘાત નું પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક કોઈ બીમારીથી પરેશાન હોવાથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.બનાવ અંગે જામ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.)ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોત નં. ૩૧/૨૦૨૬ નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

