Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં જીએસટી ચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગની કડકાઈઃ ૧૪ થી વધુ પેઢી માં મેગા સર્ચ ઓપરેશન
    જામનગર

    Jamnagarમાં જીએસટી ચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગની કડકાઈઃ ૧૪ થી વધુ પેઢી માં મેગા સર્ચ ઓપરેશન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯ઃ

    Jamnagar જિલ્લામાં લાંબા સમયથી મૂળ જમાવીને બેઠેલા બોગસ બિલિંગ અને કરોડો રૂપિયાની જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે હવે સંપૂર્ણ આરપારની લડાઈનો પ્રારંભ કર્યો છે. વિભાગ દ્વારા હાથ ધરાયેલા વ્યાપક સર્વે અને દરોડાના પ્રારંભિક તબક્કામાં એન્જલ એન્ટરપ્રાઇઝ, રિધમ મેટલ, માંડોવરા ટ્રેડિંગ કંપની, નકુલ એન્ટરપ્રાઇઝ, વાય.પી. ઇમ્પેક્સ, પિત્તલ મેટલ, બેલસિપ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., દેવ ઇમ્પેક્સ, ખોડલ એન્ટરપ્રાઇઝ, રાહુલ એન્ટરપ્રાઇઝ, નારાયણ એન્ટરપ્રાઇઝ, હરિ ઓમ એન્ટરપ્રાઇઝ, ઓનેસ્ટ ઇમ્પેક્સ અને શ્રી રામ એન્ટરપ્રાઇઝ સહિત ૧૪ જેટલી ફર્મો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    આ મેગા ઓપરેશન દરમિયાન અધિકારીઓએ મોટી સંખ્યામાં હિસાબી દસ્તાવેજો, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ અને ડિજિટલ ડેટા સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ કબજે કરી સઘન ટેકનિકલ તપાસનો આરંભ કર્યો છે. સ્પોટ વેરિફિકેશનમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે અનેક નોંધાયેલા સરનામાઓ પર કોઈ વાસ્તવિક વ્યવસાય ચાલતો જ ન હતો, માત્ર કાગળ પર જ કંપનીઓ અસ્તિત્વમાં હતી અને દસ્તાવેજી માલિકો તેમજ વાસ્તવિક સંચાલકો અલગ હતા. જેથી આવી ફર્મો ને નોન-જેન્યુઈન ટેક્સેબલ પર્સન જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ ઉપરાંત તપાસનો વ્યાપ વિસ્તરતા મોમાઇ એન્ટરપ્રાઇઝ, કે.ડી. મેટલ, શ્રી એન્ટરપ્રાઇઝ, કુદરત એન્ટરપ્રાઇઝ અને ભાગીરથ એન્ટરપ્રાઇઝ સહિતની અન્ય અનેક પેઢી ઓ પણ હવે વિભાગ ના શંકા ના દાયરા માં આવી છે.

    આ મસમોટા કૌભાંડની સઘન તપાસ દરમિયાન વિવિધ નાણાકીય વ્યવહારોમાં સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢિયા, સુરેશ વસોયા, સિદ્ધરાજસિંહ રાણા અને કાદિર સહિત ના નામો સપાટી પર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાદી પૈકીના હાર્દિક ગઢિયા અને સુરેશ વસોયા હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર ન થતાં તેમની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જણાયે તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. રાજ્ય વેરા વિભાગ હવે માત્ર તપાસ કે બોગસ જીએસટી નોંધણી રદ કરવા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ કરચોરો સામે અત્યંત આક્રમક વલણ અપનાવીને ખોટી રીતે લેવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈ.ટી.સી.) બ્લોક કરવાની કાર્યવાહી પણ કરશે. તદુપરાંત, બાકી કરની કડક વસૂલાત કરવા, કૌભાંડીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરાવવા, મિલકતો એટેચ (જપ્ત) કરાવવા તેમજ સંડોવાયેલા તમામ લોકોની નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે વિભાગે પૂરી તૈયારી કરી લીધી છે. વિભાગના આ કડક કાયદાકીય વલણ અને આરપારની લડાઈના નિર્દેશોથી કરચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લામાં પણ વીજલાઈનો સામે ખેડૂતોનો રોષ

    June 29, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ નજીક હિટ એન્ડ રન, બે વ્યક્તિ ઘાયલ, અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાયો

    June 29, 2026
    જામનગર

    Jamnagarના ખીમરાણા ગામે જુગારધામ પર દરોડો,૭ ઝડપાયા. રૂ. ૯૮,૫૦૦નો મુદ્દામાલ કબજે

    June 29, 2026
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા ૪ આરોપીઓ પકડાયા

    June 29, 2026
    જામનગર

    Jamnagarમાં નવાગામ ઘેડમાં બુઝુર્ગનો બીમારીથી કંટાળી જઈ આપઘાત

    June 29, 2026
    જામનગર

    Jamnagar: શ્રમિક પરિવારની ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મના બનાવથી ચકચાર

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.