Veraval,તા.27
ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચા રીતે પૂર્ણ થાય તે હેતુસર જિલ્લાના તાલુકા કક્ષાએ વિશેષ ક્નટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ક્નટ્રોલ રૂમ 24 કલાક સક્રિય રહી ચૂંટણી સંબંધિત તમામ કામગીરી પર નજર રાખી રહી છે.
મતદારો, રાજકીય પક્ષો તેમજ સામાન્ય નાગરિકો માટે ક્નટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર સાથે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાની ફરિયાદ, સૂચન અથવા માહિતી તાત્કાલિક મળી શકે.

