Surendranagar તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો પીજીવીસીએલ વિભાગને વારંવાર મળી રહી હતી જેને સંદર્ભે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીજીવીસીએલ વિભાગની ટીમો અને પોલીસ તંત્રની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચોટીલા તાલુકાના અભેપર ચોબારી લાખણકા નાના પાળિયા નવાગામ પિયાવા રામપરા સણોસરા તરણેતર અને ટીકર ગામમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની અલગ અલગ 43 જેટલી ટીમો અને પોલીસ વિભાગની 23 જેટલી ટીમોને સાથે રાખી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચેકિંગ દરમિયાન ઘર વપરાશના 464 જેટલા વીજ કનેક્શનનો ચેકિંગ કરવામાં આવ્યા હતા .
આ ઉપરાંત 107 જેટલા વાણિજ્ય હેતુના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 108 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઈ છે અને 41.35 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

