Upleta,તા.19
ઉપલેટા ખાતે મોજ નદીના કાંઠે આવેલ સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં ગઈકાલે રાત્રિના મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાસ થઈ ગયેલ હતી. આ અંગેની વિગતે આ પ્રકારની છે કે સિલ્વર સોસાયટીમાં રહેતા મહેબૂબ શાહ છોટુ સા શેખ ના મકાનમાં આગ લાગેલ હતી આ આગની જાણ થતા ઉપલેટા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતું.
આઞ ભયંકર હોવાથી ધોરાજી ફાયર ફાઈટર ને મદદ લેવામાં આવેલ હતી સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી જાણવા મળે મુજબ વિગત મુજબ આ ગરીબ પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે આઞના કારણે અન્ય મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે આગ નું કારણ બહાર આવેલ નથી

