New Delhi,તા.25
દેશમાં ઈ-20 પેટ્રોલના ફરજીયાત બનેલા વેચાણમાં હવે પેટ્રોલમાં ઈથેનોલના મીલાવટથી વાહનોની એવરેજ ઘટે છે તથા એન્જીનના મહત્વના ભાગોને નુકશાન થાય છે તેવી વ્યાપક બનેલી ફરિયાદ ઉપરાંત જે ઈ-20 પેટ્રોલ મળે છે તે પણ પુરી રીતે માપદંડ મુજબ વ્લેન્ડેડ થતુ નથી તેવા પણ પેટ્રોલ પંપ પર ચકાસણી સમયે બહાર આવતા સરકાર એકશનમાં આવી છે.
તથા તમામ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ અને અન્ય ઓટોમેટીવ ફયુલ સપ્લાયર્સ માટે પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણમાં હાલની 3 પીપીએમ (પાર્ટસ પર મિલિયન)થી ઓછા મિશ્રણનું ફરજીયાત પાલન કરવા આદેશ આપ્યા છે. આ ઈંધણની ગુણવતાને નિશ્ર્ચિત કરે છે અને ઈંધણમાં કલોરાઈડ સલ્ફર અને ભેજનું પ્રમાણ કરે છે જે મુજબ 10 લાખ લીટર પેટ્રોલમાં ફકત 3 લીટરથી ઓછી અશુદ્ધી અથવા સલ્ફર હોવા જે મર્યાદાથી પેટ્રોલ યોગ્ય ગણાય છે.
સલ્ફરની માત્રા ઓછી હોય તો એન્જીનને કાટ લાગવા વિ.ની સંભાવના ઉભી થઈ હતી. આમ સરકારે ઈ-20 પેટ્રોલમાં કલોરાઈડ-ભેજનું પ્રમાણ વધુ હોવાની વ્યાપક ફરિયાદ મળતા આ નિર્ણય લીધો છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ હવે આ માપદંડ જાળવવા ફરજીયાત બનાવ્યા છે.દેશમાં ઈ-20 પેટ્રોલની એવરેજ ઓછી આવે છે તે સરકારે સ્વીકાર્યુ છે પણ તે 3થી6% જ ઓછી હોવાનું માને છે તો આ પેટ્રોલથી વાહનોના એન્જીનના મહત્વના ભાગોને કાટ વહેલો લાગી શકે છે તે નિષ્ણાંતોએ ભય વ્યક્ત કર્યો છે.

