Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026

    America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું
    • Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
    • America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free
    • End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો
    • ઉદ્ધવ જૂથના છ સાંસદોએ શિંદેને તેમના નેતા તરીકે સ્વીકાર્યા, બધાની નજર Lok Sabha Speaker પર
    • હાથમાં આરતી થાળી અને પુજારી ઘંટ વગાડી, મુખ્યમંત્રી Omar Abdullah એ ખીર ભવાની મંદિરમાં પૂજા કરી
    • Ukraine ને રશિયા પર બે વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો, રાતોરાત ૫૫૫ ડ્રોનથી ફાયરિંગ, ઓઇલ રિફાઇનરીમાં આગ લાગી
    • આવતા વર્ષે IPL 2027 વહેલી શરૂ થઈ શકે છે, પરંતુ મેચોની સંખ્યામાં કોઈ વધારો થશે નહીં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી
    મોરબી

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોરબીના જેતપર ગામે ખેડૂતોને પુરા વળતરની માંગ સાથે આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ

    હાલ પાંચ ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ આંદોલન પર બેઠા, ગામમાં રેલી યોજી ઉપવાસ આંદોલન

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮

    કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી હેવી વીજ લાઈન મામલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે મોરબી જીલ્લાના અનેક ગામોમાં વિરોધના વંટોળ વચ્ચે જેતપર ગામે ખેડૂતોએ આંદોલન શરુ કર્યું હતું સપ્તાહ સુધી ધરણા કરી બાદમાં ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી જે ટ્રેક્ટર રેલીએ રાજકીય સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોએ અળગા થયા હતા અને હવે જેતપર ગામે આંદોલન પાર્ટ ૨ સમાન આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું હતું

    ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનમાં અપૂરતા વળતરથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને જેતપર ગામમાં આજથી ખેડૂતો કૈલાશગીરી ગુરુ મહાદેવ ગીરી, રતિલાલ શિવલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, ભાડજા રામજીભાઈ નાનજીભાઈ અને નીલેશ એરવાડિયા એમ પાંચ ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું છે આજે આંદોલનના પ્રારંભે ગામના રામજી મંદિર ખાતેથી રેલી સ્વરૂપે ઉપવાસી છાવણીએ સૌ પહોંચ્યા હતા જેમાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ખેડૂતો ખેતીના સાધનો સાથે રેલીમાં જોડાયા હતા

    ઉપવાસ આંદોલન મામલે મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના ભાઈ રતિલાલભાઈ અમૃતિયા ઉર્ફે કારાભાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને તકલીફ છે અને ખેડૂતો લડી રહ્યા છે હાલ ગાંધી ચિંધ્યા માર્ગૅ આંદોલન ચાલુ છે અને જરૂરત પડ્યે સરદાર પટેલના માર્ગૅ જતા ખચકાશું નહિ હાલ જેતપર જ નહિ જીલ્લાના તમામ ગામના ખેડૂતોનું સમર્થન છે સરકારને હાથ જોડી લીધા, મોબાઈલ ટાવરને ભાડું મળતું હોય તો ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે એનું ભાડું કેમ નહિ આંદોલન કરનાર રતિલાલ ઉર્ફે કારાભાઈ મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સગા ભાઈ છે અને તેના ભાઈ વિષે પૂછતાં રાજકારણ અને ખેતી અલગ અલગ છે મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ પણ પ્રયાસો કર્યા છે પરંતુ તેનાથી પ્રશ્ન ઉકેલાયો નથી અને હવે ખેડૂતો લડત કરી રહ્યા છે હાલ જેતપર ગામે આંદોલન શરુ કર્યું છે બાદમાં બધે આંદોલન થશે તેમ પણ જણાવ્યું હતું

    બહેનોએ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા

    જેતપર ગામે એક તરફ ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું છે તો બીજી તરફ બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવાનું શરુ કર્યું છે અનેક બહેનોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે બહેનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન કહેતા હોય છે બહેનો મને પત્ર લખે અડધી રાત્રે હાજર થઇ જઈશ તો બહેનો પત્ર લખી રહી છે ખેડૂતો દુખી છે બેહાલ છે ત્યારે પીએમ તેમની વાત સાંભળે તેવી માંગ કરી રહ્યા છે

    ૩૦૦ થી વધુ સર્વે નંબરના ખેડૂતો અસરગ્રસ્ત

    ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પરિપત્ર પ્રમાણે નહિ કાયદા મુજબ વળતર આપો કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં પણ પેમેન્ટ એક હપ્તામાં અને એડવાન્સ આપવાની જોગવાઈ છે જેતપર ગામમાંથી અદાણીની ૬૬૫ કેવીના ૨૦, ૮૦૦ કેવીના ૧૨ થાંભલા, તારવાળા ૧૦૦-૧૨૦ અને ૮૦૦ કેવી ૭૦-૮૦ લાઈન પસાર થઇ રહી છે અંદાજે ૩૦૦ થી વધુ ખેડૂતોના સર્વે નંબર પ્રભાવિત થશે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi-વાંકાનેરમાં જુગાર રમતા ૧૨ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

    June 18, 2026
    મોરબી

    Morbiના જેતપર ગામે બોલેરોમાં આવેલ અજાણ્યા ઇસમોએ હિટાચી મશીન સળગાવી દીધું

    June 18, 2026
    મોરબી

    Morbiમાં પત્ની પર શંકા રાખી બોલાચાલી, દીકરીને માથામાં લાકડાની પટ્ટી મારી ઈજા કરી

    June 18, 2026
    મોરબી

    Morbiમાં વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જેલ ધકેલાયો

    June 17, 2026
    મોરબી

    Morbi કોર્ટ મુદતથી પરત જતા પિતા-પુત્રના બાઈકને અજાણ્યા સ્કોર્પીઓ ચાલકે ટક્કર મારી, બંનેને ઈજા કરી ચાલક ફરાર

    June 17, 2026
    મોરબી

    Morbi: માળિયાના મોટા દહીંસરા ગામે ગળે ફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026

    America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free

    June 18, 2026

    End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો

    June 18, 2026

    ઉદ્ધવ જૂથના છ સાંસદોએ શિંદેને તેમના નેતા તરીકે સ્વીકાર્યા, બધાની નજર Lok Sabha Speaker પર

    June 18, 2026

    હાથમાં આરતી થાળી અને પુજારી ઘંટ વગાડી, મુખ્યમંત્રી Omar Abdullah એ ખીર ભવાની મંદિરમાં પૂજા કરી

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026

    America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.