(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૮
શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પત્ની પર શંકા રાખી બોલાચાલી કરી દીકરીને માથામાં લાકડાની પટ્ટી મારી ઈજા કરી હતી તેમજ પુત્રને પણ ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગીતાબેન અરવિંદભાઈ સાવરિયા નામની મહિલાએ આરોપી પતિ અરવિંદ જેરામભાઈ સાવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા ૧૭ ના રાત્રીના સાડા બારેક વાગ્યે ફરિયાદી તેમજ તેના બાળકો ઘરે હોય ત્યારે પતિ બહારથી આવી ન્હાવા ગયા હતા અને દીકરા માવજીને ગાળો આપી પહેરવાના કપડા માંગ્યા હતા બાદમાં ફરિયાદી ગીતાબેનને ગાળો આપી જમવાનું આપ કહ્યું હતું અને જમતા જમતા ગાળો બોલી તું કામ કરવા જા ત્યાં બીજા સાથે વાતો કરે છે કેમ મને પૈસા આપતી નથી તેવો વહેમ શંકા રાખતા હતા અને દીકરી પાસે પણ પૈસાની માંગણી કરી હતી
જેથી ફરિયાદી ગીતાબેને પતિને સામે જવાબ આપ્યો કે તે કોઈ સાથે વાત કરતા નથી જેથી પતિ ઉશ્કેરાઈ જઈને મારવા દોડ્યા હતા જેથી બધા ઘરની બહાર નીકળી ગયા હતા અને પતિ અરવિંદ ઘરની અંદર રહેલ લાકડાની પટ્ટી લઈને આવી દીકરી પૂરીને માથામાં મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

