Babra,તા.03
બાબરામાં દારૂ જુગારને પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવાના આદેશોના પગલે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કરિયાણા રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.કરીયાણા રોડ પર જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી જાહેરમાં સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા કરિયાણાના રાઘવભાઈ કરસનભાઈ રાઠોડ, શ્યામ બધા દાફડા, ગૌતમ શ્યામજી દાફડા, અમિત રણજીત કણબી, અતુલ ભલા રાઠોડ, ને જુગાર રમતા જુગારના સાધનો અને પટની રકમ સહિત ૮૧૭૦ ની મતા સાથે સેલ્ફી લીધા હતા આ અંગે પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ હકુભાઈ મકવાણા એ ફરિયાદી બની તમામ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધાવી તપાસ કરી છે આ રેડમાં હેડ કોન્સ્ટેબલ આરબી પાનસુરીયા, રામદેવસિંહ બચુભા સરવૈયા રણજીત ગોગાભાઈ શેખ છત્રપાલસિંહ ગોહિલ એ કામગીરી કરી હતી