(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦ઃ
Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો નોંધાયા છે મોરબી, ટંકારા, માળિયા (મી.) અને વાંકાનેર પંથકમાં ચાર અકસ્માતના બનાવો સર્જાયા હતા જેમાં વાંકાનેર પંથકમાં બાઈકમાં પાછળ બેસેલ યુવાન પર ટ્રકના ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
પ્રથમ બનાવમાં માળિયાના ભોડી વાંઢ વિસ્તારમાં રહેતા હુશેન કરીમ નોતીયાર (ઉ.વ.૨૨) વાળાએ એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૪૦૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ બપોરે અઢી વાગ્યે ફરિયાદી હુશેન અને કૌટુંબિક ભત્રીજો ઇમરાન નુરાલી નોતિયાર બંને બુલેટ જીજે ૨૭ સીઆર ૪૪૩૧ લઈને માળિયા મોરબી હાઈવે પર રીયાઝની ચાની કેબીને ચા પાણી પીવા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે બુલેટ ભત્રીજો ઇમરાન ચલાવતો હતો માળિયા ત્રણ રસ્તા પાસે માળિયાથી મોરબી તરફ આવતા સર્વિસ રોડ પર સામેથી એસટી બસ આવતી હતી જેને બુલેટને ટક્કર મારી હતી જેથી ફરિયાદી હુશેન અને ભત્રીજો ઇમરાન રસ્તા પર પડી જતા ઈજા પહોંચી હતી માળિયા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ મોરબીના મકનસર ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા રામુભાઈ સુરેન્દ્રકુમાર શર્મા (ઉ.વ.૨૩) વાળાએ બોલેરો જીજે ૩૬ વી ૫૮૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રામુભાઈ શર્મા અને નીખીલસિંગ મહેન્દ્રસિંહ બંને બાઈક યુપી ૭૫ એવી ૦૩૨૯ લઈને જતા હતા જે બાઈક નીખીલસિંગ ચલાવતા હતા અને ફરિયાદી પાછળ બેઠા હતા મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર ગામ કટ પાસે પહોંચતા બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી રામુભાઈને પગમાં ફ્રેકચર ઈજા અને નીખીલસિંગને માથા અને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજા બનાવમાં જુનાગઢ તાલુકાના શીલ ગામ વાડી વિસ્તારમાં રહેતા રાહુલ કરશનભાઈ ભરડા (ઉ.વ.૩૪) વાળાએ ટ્રક જીજે ૧૨ એટી ૯૦૭૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી મોરબી રાજકોટ હાઈવે પર વીરપર ગામ પાસે બાની વાડી નજીક ફરિયાદીની બોલેરો જીજે ૧૧ વીવી ૬૬૩૩ ને પાછળથી ઠોકર મારી હતી જે ટક્કર બાદ બોલેરો ગાડી પલટી ખાઈ જતા ફરિયાદી રાહુલને માથામાં ઈજા પહોંચી હતી તેમજ બોલેરોમાં ભરેલ નાળીયેર વેરવિખેર થતા આશરે ત્રીસથી ચાલીસ હજાર જેટલું નુકશાન થયું છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ચોથા બનાવમાં પશ્ચિમ બંગાળના વતની હુશેનમિયા રમઝાનમિયા અંસારી (ઉ.વ.૩૪) વાળાએ બાઈક જીજે ૦૩ સીકે ૮૫૭૪ ના ચાલક પ્રેમ ધનેશી બાસફોર રહે પશ્ચિમ બંગાળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પ્રેમ ધનેશી બાસફોર પોતાનું બાઈક જીજે ૦૩ સીકે ૮૫૭૪ પાછળ ફરિયાદીના ભાઈ દિલમહમદ રજાક અંસારી (ઉ.વ.૨૦) વાળાને બેસાડી બાઈક પુરઝડપે ચલાવી જતો હતો વાંકાનેર નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે પહોંચતા અજાણ્યા ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો
ટ્રકને ઓવરટેક કરવા જતા રોડ પર પશુ ખુંટીયો આડો ઉતર્યો હતો અને બાઈક પાછળના ભાગે અથડાતા ફરિયાદીના ભાઈ દિલમહમદ અંસારી ફંગોળાઈ બાજુમાંથી પસાર થતી રહેલ ઓવરટેક કરતા હતા તે અજાણ્યા ટ્રકના પાછળના વ્હીલના જોટામાં આવી જતા માથાની ખોપરી ભાંગી તૂટી ફૂટી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ફરિયાદીના ભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

