(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦ઃ
Morbi અને વાંકાનેર પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા છે જેમાં રમતા રમતા બાળકી માટીના ઢગલામાં દબાઈ જતા મોત થયું હતું તો કેનાલમાં ડૂબી જતા નેપાળી યુવાનનું મોત થયું હતું તેમજ વાંકાનેરમાં રીક્ષા ધોવા નદીમાં ગયેલ વૃદ્ધ પાણીમાં ડૂબી જતા મોત થયું છે
પ્રથમ બનાવમાં મૂળ નેપાળના વતની હાલ મોરબીના રવાપર રોડ બોની પાર્ક બહુચર પેલેસની ઓરડીમાં રહેતા ચંદ્ર મનસિંગ તીરૂવા (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૦૯ ના રોજ સાંજના સમયે લીલાપર કેનાલ રોડ પર બોરિયા પાટી બજરંગ સર્કલ નાલા પાસે કોઈ કારણોસર કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં મોરબીના બેલા રંગપર નજીક આવેલ લેપવિંગ કારખાનામાં રહીને કામ કરતા મનોજભાઈ ગરવાલની ૯ વર્ષની દીકરી મુસ્કાન લેબર કોલોનીમાં માટીના ઢગલા પાસે રમતી હતી અને માટીના ઢગલામાં દબાઈ જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં વાંકાનેરના વિસીપરા ધમલપર ફાટક પાસે રહેતા હરેશભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.૫૮) વાળા ગત તા. ૦૯ ના રોજ બપોરે પોતાની રીક્ષા મહાનદીમાં ધોવા માટે ઢુવા પાસે આવેલ મહાનદીમાં ગયા હતા અને કોઈ કારણોસર નદીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

