Surendranagar , તા.22
ચોટીલા તાલુકાના દેવસર ગામે ખેતીકામ કરતા એક શખ્સ પર રાજાવાડના 4 શખ્સે લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ ગામમાં યોજાયેલા સમૂહ લગ્ન વખતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ચોટીલાના દેવસર ગામે રહેતા શૈલેષ છનાભાઈ વાઘેલા ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ વાડી વિસ્તારથી ઘર તરફ તેમનું ટ્રેક્ટર લઈ આવતા હતા. તે સમયે મોટરસાઈકલ પર સવાર રમેશભાઈ રાજાભાઈ ભરવાડ રાજાવાડ અને કાર્તિકભાઈ લાખાભાઈ ભરવાડ તે ટ્રેક્ટર સરખી રીતે ચલાવતો હોય તેમ કંઈ ઠપકો આપી માથાકૂટ કરવા લાગતા સ્થાનિકો દ્વારા સમજાવી શૈલેષ છનાભાઈ પોતાના ઘરે જતા રહેતા ત્યારબાદ માવો ખાવા જતો હતો.
તે સમયે રમેશ રાજાભાઈ ભરવાડ, કાર્તિક લાખાભાઈ ભરવાડ અને યોગેશ રામાભાઈ ભરવાડ, રામાભાઇ ભરવાડ રસ્તા વચ્ચે ઉભો રાખી તે તે સમૂહ લગ્નમાં બધા હતા એટલે તું બચી ગયો હતો.
આજે તને જીવતો નથી જવા દેવો તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટો મારી ત્યારબાદ લાકડીથી માર મારતા શરીર અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઝઘડો થતાં લોકો આવી જતા તેઓ મોટરસાઈકલ જતા રહ્યા. ત્યારબાદ 108ને જાણ કરતા ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડતા વધુ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની એકાદ મહિના પહેલા દેવસર ગામમાં સમૂહ લગ્ન હતા. તે સમયે કાર્તિક લાખાભાઈ ભરવાડ ત્યાં નજીકમાં સ્ત્રીઓ આવેલ હતી તેની સામે જોયા કરતો હતો. તેથી તેને સમજાવી ત્યાંથી જતો રહેવા દીધા બોલાચાલી થઈ હતી તે બાબતનું મન દુઃખ રાખી શૈલેષભાઈ વાઘેલા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

